શોધખોળ કરો

અમદાવાદ: કુબેરનગર વોર્ડની પુનઃ મતગણતરીનું આવ્યું પરિણામ, આ ઉમેદવારનો થયો વિજય

સુપ્રીમકોર્ટના આદેશ બાદ થયેલી કુબેરનગર વોર્ડની પુનઃ મતગણતરીનું પરિણામ આવી ગયું છે. એક વર્ષ અગાઉ થયેલી ચૂંટણીઓ સમયે જીત બાદ હારેલા કોંગ્રેસના ઉમેદવારે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

અમદાવાદ: સુપ્રીમકોર્ટના આદેશ બાદ થયેલી કુબેરનગર વોર્ડની પુનઃ મતગણતરીમાં ભાજપના કાઉન્સિલર પદે ગીતાબા ચાવડાનો વિજય થયો છે. એક વર્ષ અગાઉ થયેલી મહાનગરપાલિકાની ચૂંટણીઓ સમયે જીત બાદ હારેલા કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીએ સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અરજદારની તરફેણમાં આવેલ ચુકાદા અનુસાર શનિવારે કુબેરનગર વોર્ડની પુનઃ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કુલ દસ તબક્કામાં હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં નવમા રાઉન્ડ સુધી જગદીશ મોહનાની 178 મતથી આગળ હતા. દસમા રાઉન્ડમાં ગીતાબા ચાવડાએ 662 મતથી હાર આપી. અરજદારની માંગણી હતી કે એક વાર વિજેતા જાહેર થયા બાદ તેમને ચૂંટણીપંચે હરીફ કઈ રીતે જાહેર કર્યા અને તેની સાથે એક વોર્ડમાં ત્રણ મહિલા અને એક પુરુષ કાઉનસીલર હોવા નિયમ વિરુદ્ધ છે. જે અંગે હવે હારેલા ઉમેદવાર વકીલોની સલાહ લઈને આગળ વધશે.

આ તરફ ચૂંટણી અધિકારી વી.એમ.ઠકકરએ ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના જ કાઉન્સિલર ગીતાબાને પુનઃ વિજયી જાહેર કર્યા અને પરિણામ યથાવત હોવાની જાહેરાત કરી. ચૂંટણી અધિકારીના મત અનુસાર આવશક્યતા નથી કે એક વોર્ડમાં બે પુરુષ અને બે મહિલાઓ હોવા જોઈએ. અનેક સંજોગોમાં ચાર ઉમેદવારોની પેનલમાં મહિલાઓ વિજયી બને તેવા સંજોગોમાં મહિલાઓની પેનલ બની શકે છે.

અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય, લોકોને ટ્રાફિક સિગ્નલમાંથી મળશે મુક્તિ
Ahmedabad Traffic Police: હાલમાં સમગ્ર રાજ્યનાં કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં જો કોઈ કામસર આપણે શહેરમાં બાઈક કે કારમાં નિકળીને ત્યારે જો સિગ્નલ બંધ હોય તો આગ ઓકતા તડકામાં ઉભા રહેવું પડે છે. આ દરમિયાન જો બાઈક પર નાનું બાળક કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો તેમને આ આકરા તાપમાં ઉભા રહેવામાં ઘણી મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં અમદાવાદ પોલીસ દ્વારા આપ સૌને કાળઝાળ ગરમીથી બચાવવાની પહેલ કરી છે. અમદાવાદમાં 2 દિવસની ટ્રાયલ માટે બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 60 સિગ્નલ બંધ રાખવામો અમદાવાદ પોલીસે નિર્ણય લીધો છે. પોલીસે કહ્યું કે, જો અમને આ ટ્રાયલમાં સફળતા મળશે, તો ઉનાળાના અંત સુધી આખા રાજ્યમાં સમાન પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે.

પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, LPG સિલિન્ડરની કિંમતમાં આટલો કરાયો વધારો

LPG Cylinder Price Hike: દેશમાં પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને વધુ એક ઝટકો આપ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજથી 50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની નવી કિંમત હવે 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી જ આખા દેશમાં લાગુ થઈ ગઈ છે. એલપીજી સિલિન્ડરની કિંમત એવા સમયે વધી છે જ્યારે સામાન્ય માણસ પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો સામનો કરી રહ્યો છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ
ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget