શોધખોળ કરો

ગુજરાત ગૌસેવા બોર્ડે મહિલાઓને આપી સલાહ, ગાયના મૂત્ર, છાણ, ઘી અને દુધનો ઉપયોગ કરીને બનો ક્લિયોપેટ્રા જેવી સુંદર

અમદાવાદઃ ગુજરાતમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડે મહિલાઓને સલાહ આપતા જણાવ્યું હતુ કે,ગાયના દૂધ, ઘી, મૂત્ર અને છાણનો ઉપયોગ કરવાથી ચહેરો ચમકે છે. બૉર્ડ અનુસાર 'દુનિયાની સૌથી સુંદર મહિલા માનવામાં આવતી મિસ્રની રાની ક્લિયોપેટ્રા પણ ગાયના દુધથી સ્નાન કરતી હતી. બૉર્ડ તરફથી બહાર પાડવામાં આવેલી પુસ્તિકા 'આરોગ્ય ગીતા'માં ગાયના મૂત્ર, છાણ અને દુધથી વિવિધ બિમારીઓ સારી થવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પુસ્તિકામાં દાવો કવરામાં આવ્યો છે કે, ઇટલી, રૂસ અને અમેરિકાના વિજ્ઞાનીકોએ શોધમાં ગૌ ઉત્પાદકોની ઔષધીય ગુણ હોવાની પુષ્ટી કરી છે. પુસ્તીકામાં ગૌમૂત્ર પર વિશેષ અધ્યન છે જેમા કહેવામાં આવ્યુ છે કે, મહિલાઓને અપ્રતિમ સુંદરતા માટે મહિલાઓએ પોતાના ચહેરા પર 15 મિનિટ સુધી ગાયનું દુધ લગાવવું જોઇએ. ગાયના ઘી અને હળદરથી 15 મિનિચ સુધી મસાજ કરવો જોઇએ, ત્યાર બાદ 15 મિનિટ ગૌમૂત્ર લગાવુ જોઇએ, ગાયના છાણને ચહેરા પર ફેસપૈકની જેમ લગાવીને 15 મિનિટ બાદ લીંબુથી ધોઇ નાખવું જોઇએ. પુસ્તિકા અનુસાર પ્રાકૃતિક ઉપચારથી તમારા ચહેરા પર કાંતિ અને ચમક આવશે કૃત્રિમ મેકઅપથી પણ ના આવી શકે. પંચગવ્યા ચિકિત્સાથી મહિલાઓ સુંદર અને આકર્ષક બની શકે છે. જેનાથી તે બીજા પાસેથી પ્રેમ અને સ્નેહ મેળવી શકે છે. મીડિયામાં પ્રકાશીત અહેવાલમાં બૉર્ડના ચેરમેન વલ્લભ કથીરિયાને પુછવામાં આવ્યું કે, ક્લિયોપેટ્રી સાચે જ ગાયના દુધથી નહાતી હતી. તો તેમણે કહ્યું કે, "હા, બની શકે છે કે તે ગાયના દુધથી નહાતી હોય." જો કે ઇતિહાસકારોના મતે ક્લિયોપેટ્રા ગઘેડાના દૂધથી નહાતી હતી. હાલમાં કેટલાક સંશોધન કરતાઓએ દાવો કર્યો છે કે, ક્લિયોપેટ્રા ગોરી નહી પણ કાળી હતી. ક્લિયોપેટ્રા મિસ્રના ઉતિહાસમાં સર્વાધિક ચર્ચિત વ્યક્તિત્વમાં હતી. તેણે રોમના સેનાપતિ અને શાસક જૂલિયસ સીજર સાથે લગ્ન કર્યા હતા. માનવમાં આવે છે કે, ક્લિયોપેટ્રાએ સીજર સાથે લગ્ન મિસ્રની સત્તા મેળવવા માટે કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget