CSK vs MI Score: ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
IPL 2025માં આજે એટલે કે રવિવારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં રમાશે.
LIVE

Background
CSK vs MI Full Highlights: ચેન્નઈએ મુંબઈને 4 વિકેટે હરાવ્યું
IPL 2025ની ત્રીજી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું. ચેન્નઈની આ જીતના હીરો રચિન રવિન્દ્ર અને નૂર અહેમદ હતા. નૂર અહેમદે ચાર વિકેટ લીધી હતી. ત્યારબાદ રચિન રવિન્દ્રએ બેટિંગ કરીને 65 રનની અણનમ ઇનિંગ રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 19.1 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો.
CSK vs MI Live Score: ચેન્નાઈનો સ્કોર 119/5
15 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 5 વિકેટે 119 રન છે. ચેન્નાઈને હવે 30 બોલમાં જીતવા માટે 37 રન બનાવવાના છે. રચિન રવિન્દ્ર 41 અને રવિન્દ્ર જાડેજા 02 રને રમતમાં છે.
CSK vs MI Live Score: વિલ જેક્સે સેમ કરનને બોલ્ડ કર્યો
મેચ સંપૂર્ણપણે પલટાઈ ગઈ છે. વિલ જેક્સે 15મી ઓવરમાં સેમ કરનને બોલ્ડ કર્યો હતો. હવે ચેન્નાઈએ 116 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. સેમ કરન 9 બોલમાં માત્ર ચાર રન બનાવી શક્યો હતો.
CSK vs MI Live Score: ચેન્નાઈની ચોથી વિકેટ પડી
યુવા સ્પિનર વિગ્નેશ પુથુરે એકલા હાથે મેચ પલટી છે. તેણે દીપક હુડાને પણ આઉટ કર્યો હતો. તે પાંચ બોલમાં માત્ર ત્રણ રન જ બનાવી શક્યો હતો. ચેન્નાઈએ 107 રનમાં ચોથી વિકેટ ગુમાવી હતી.
CSK vs MI Live Score: વિગ્નેશ પુથુરને વિકેટ મળી હતી
વિગ્નેશ પુથુરને તેની ડેબ્યૂ મેચમાં સફળતા મળી હતી. તેણે રૂતુરાજ ગાયકવાડને કેચ આઉટ કરાવ્યો હતો. ગાયકવાડ 26 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. 8 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 79/2 છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
