Ahmedabad: 2019થી 2022 દરમિયાન અકસ્માતમાં સુરતમાં 6760 તો અમદાવાદમાં 5495 લોકોના મોત,કોંગ્રેસે આંકડા જાહેરાત કરી રોડ સેફ્ટીની પોલ ખોલી
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 10 નિર્દોષ લોકોના મોતને લઈને ચારેકોર રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને રાજકીય પાર્ટીઓ પણ સવાલ ઉઠાવી રહી છે.
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 10 નિર્દોષ લોકોના મોતને લઈને ચારેકોર રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને રાજકીય પાર્ટીઓ પણ સવાલ ઉઠાવી રહી છે. હવે આ મામલે ગુજરાત કોંગ્રેસે પણ ગુજરાત સરકાર સામે મોરચો માંડ્યો છે.
આ અકસ્માત બાદ કોંગ્રેસે કહ્યું કે, રાજ્ય સરકાર રોડ સેફ્ટી ન વાતો કરતી હોય છે. કેટલાક ncrb ના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. તેમાં અમદાવાદમાં વર્ષ ૨૦૧૯થી ૨૨ સુધી ૫૪૯૫ લોકોના મોત થયા છે. સુરતમાં વર્ષ ૨૦૧૯ થી 22 સુધીમાં સૌથી વધુ ૬૭૬૦ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. વડોદરામાં વર્ષ ૨૦૧૯થી ૨૨ સુધીમાં ૨૦૯૮ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. રાજકોટમાં વર્ષ ૨૦૧૯ થી 22 સુધીમાં ૩૯૩૪ લોકોના મોત થયા છે.
ગુજરાત રાજ્યના નેશનલ હાઇવે પર ઓવર સ્પીડીગના લીધે ૨૦૨૨માં ૧૬૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં છે તો પણ સરકાર કોઈ કડક પગલાં લેવાનું વિચારી નથી રહી.ગુજરાત રોડ સેફ્ટીમાં ફક્ત પ્રાયમરી વિભાગને જોડવામાં આવે છે. 18 વર્ષના લોકો લાયસન્સ મેળવે તે લોકોમાં જાગૃતિ આવે તેવા અભિયાન સરકારે ચલાવવા જોઈએ. કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે રોડ સેફ્ટી એક્ટની જોગવાઈ મુજબ કામ કરવાની જરૂરિયાત છે.
ઇસ્કોન બ્રીજ પર અકસ્માત કરનાર તથ્ય પટેલનો છૂટા હાથે કાર ચલાવતો વીડિયો વાયરલ
બુધવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે એક સાથે 10 લોકોને કચડી નાખ્યા. અકસ્માત કરનાર તથ્ય પટેલનો લાપરવાહીથી કાર ચલાવતો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદમાં બેફામ કાર ચલાવી નવના જીવ લેનાર મુદ્દે એક નવો ખુલાસો પણ થયો છે. તથ્યના તરકટોનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. તથ્ય પટેલ ઓવર સ્પીડથી કાર ચલાવી કરતબ કરતો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે સ્ટિરિંગ પર હાથ લગાવ્યા વિના બેફામ રોડ પર કાર ચલાવતો જોવા મળે છે. આ વીડિયો પરથી સાબિત થાય છે કે તથ્યને કોઇની પરવાહ નથી તે તેમની મોજમસ્તી માટે રોડ પણ આવા કરતબ કરીને લોકોના જીવ જોખમમાં મૂકવા ટેવાયેલો છે. તથ્ય સ્ટિયરિંગને ટચ કર્યાં વિના કાર ચલાવતો હોય તેવી એક વીડિયો સામે આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના
અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રીજ પર ડમ્પર અને કારનો એક અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે અને મદદ માટે 100 વધુ લોકો બ્રીજ પર એકઠા થઇ ગયા હતા. આ દરમિયાન પાછળથી પૂરવાર ઝડપે એક વાર આવી અને ટોળાને કચડતી ગઇ. આ અકસ્માતમાં 7 યુવક અને 1 હોમગાર્ડ અને 2 પોલીસકર્મી સહિત 10 લોકોના મોત થયા છે. કાર ચલાવનાર પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલ હતો. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. આજે આ બંનેને કોર્ટમાં રજૂ કરાશે. આ ઘટનાને લઇને લોકોમાં ખૂબ રોષ છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial