શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધન, જાણો તેમની શું હતી અંતિમ ઇચ્છા?
અહેમદ પટેલના પાર્થિવ દેહને તેમના માદરે વતન પિરામણ લવાશે. તેમની અંતિમ ઇચ્છ હતી કે તેઓની અંતિમ વિધી તેમના વતન થાય. બપોર બાદ દિલ્હીથી તેમનો પાર્થિવ દેહ ગુજરાત લવાશે.
અમદાવાદઃ દેશના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે નિધન થયુ છે. અહેમદ પટેલના નિધનની જાણકારી તેમના પુત્ર ફૈસલે સોશલ મીડિયાના માધ્યમથી આપી હતી.
અહેમદ પટેલના પાર્થિવ દેહને તેમના માદરે વતન પિરામણ લવાશે. તેમની અંતિમ ઇચ્છ હતી કે તેઓની અંતિમ વિધી તેમના વતન થાય. બપોર બાદ દિલ્હીથી તેમનો પાર્થિવ દેહ ગુજરાત લવાશે. દિલ્લીથી ચાર્ટડ પ્લેન દ્વારા મૃતદેહ વડોદરા લવાશે. વડોદરાથી અંકલેશ્વરના પિરામણ ગામે મૃતદેહ લઇ જવાશે.
અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કરતા લખ્યુ કે અહેમદ પટેલ તેજ દિમાગના નેતા હતા. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ શોક વ્યક્ત કર્યો છે.
રાજીવ સાતવ, દિગ્વિજય સિંહ, અર્જૂન મોઢવાડીયા,પરેશ ધાનાણી, હાર્દિક પટેલે પણ શોક વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે અહેમદ પટેલ અમારા જેવા યુવા નેતાઓના માર્ગદર્શક હતા. કૉંગ્રેસ પાર્ટીને મજબુત કરવા માટે અહેમદ પટેલે છેલ્લી ઘડી સુધી મહેનત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion