શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ ગઈ કાલે એક જ દિવસમાં નોંધાયા 1344 કેસ, જાણો કયા જિલ્લામાં કેટલા નોંધાયા કેસ?
ગઈ કાલે એક જ દિવસમાં 1344 કેસ નોંધાયા હતા. તો 16 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે તેની સામે 1240 દર્દીઓેએ કોરોનાને મ્હાત આપી હતી.
![ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ ગઈ કાલે એક જ દિવસમાં નોંધાયા 1344 કેસ, જાણો કયા જિલ્લામાં કેટલા નોંધાયા કેસ? Corona latest : 1344 new cases of covid-19 arrived in Gujarat ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ ગઈ કાલે એક જ દિવસમાં નોંધાયા 1344 કેસ, જાણો કયા જિલ્લામાં કેટલા નોંધાયા કેસ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/09180440/corona-22.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે, ત્યારે ગઈ કાલે એક જ દિવસમાં 1344 કેસ નોંધાયા હતા. તો 16 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે તેની સામે 1240 દર્દીઓેએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 82.43 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 91,470 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે રાજ્યમાં કુલ કેસો 1,10,971 છે, જ્યારે એક્ટિવ કેસો 16,318 છે.
ગઈ કાલે સૌથી વધુ સુરતકોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પરેશનમાં 153, સુરતમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 99, જામનગર કોર્પોરેશનમાં 98, વડોદરા કોર્પોરેશનમાં 93, રાજકોટમાં 51, વડોદરામાં 39, પાટણમાં 30, મોરબીમાં 29, પંચમહાલમાં 29, ભાવનગર કોર્પોરેશનમાં 28, અમરેલીમાં 26, ભરુચમાં 25, કચ્છમાં 25, મહેસાણામાં 24, ગાંધીનગરમાં 22, સુરેન્દ્રનગરમાં 22, અમદાવાદમાં 21, બનાસકાંઠામાં 19, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, જામનગરમાં 18, ભાવનગરમાં 17, આણંદમાં 16, જૂનાગઢમાં 16, મહીસાગરમાં 16, ગીર સોમનાથમાં 13, સાબરકાંઠામાં 13, નર્મદામમાં 10, ખેડામાં 9, તાપીમાં 9, બોટાદ 8, નવસારીમાં 8, છોટાઉદેપુરમાં 8, અરવલ્લીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, વલસાડમાં 4, પોરબંદરમાં 2 અને ડાંગમાં 1 કેસ નોંધાયો હતો.
![ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ ગઈ કાલે એક જ દિવસમાં નોંધાયા 1344 કેસ, જાણો કયા જિલ્લામાં કેટલા નોંધાયા કેસ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/12133741/corona.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)