(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના પેશન્ટનું ઓક્સિજન બુસ્ટ કરવા કરો આ પ્રયોગ, થોડી જ મિનિટોમાં મળશે રાહત
આજે ગુજરાત હાઇકોર્ટમાં થયેલા સુનાવણીમાં કોર્ટે કહ્યું, હોસ્પિટલ એવા દર્દીઓને દાખલ કરતી નથી જેમને ઓક્સિજનની જરૂર હોય. હવે ઓક્સિજનની પણ કાળાબજારી થઈ રહી છે. ઓક્સિજનના બ્લેક માર્કેટિંગ અંગે તપાસ કરો. ઓક્સિજન મળે તેની વ્યવસ્થા કરો.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર (Corona Cases) વર્તાવ્યો છે. બુધવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારની નજીક પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.
આ દરમિયાન કેટલાક દર્દીઓના ઓક્સિજનના અભાવે મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. આજે ગુજરાત હાઇકોર્ટમાં થયેલા સુનાવણીમાં કોર્ટે કહ્યું, હોસ્પિટલ એવા દર્દીઓને દાખલ કરતી નથી જેમને ઓક્સિજનની જરૂર હોય. હવે ઓક્સિજનની પણ કાળાબજારી થઈ રહી છે. ઓક્સિજનના બ્લેક માર્કેટિંગ અંગે તપાસ કરો. ઓક્સિજન મળે તેની વ્યવસ્થા કરો.
આ સંજોગોમાં હોસ્પિટલમાં પણ પેશન્ટનું ઓક્સિજન બુસ્ટ કરવા માટે નીચે મુજબ નો પ્રયોગ કારગર નીવડે છે.
1. રૂમાલ / કપડા ની એક નાની પોટલી બનાવવી.
2. એમાં 1 ચમચી અજમો, 2 કપૂર ની નાની ગોટી અને 2 નંગ લવિંગ મુકવા.
3. આ પોટલી ને દર 30 થી 60 મિનિટે થોડી વાર ઊંડા શ્વાસ લઈ સૂંઘવી.
તમે જાતે ઘરે ઓક્સિમીટરમાં જોઈ શકશો કે આ પ્રયોગ કરવાથી આપનું ઓક્સિજન લેવલ તરતજ બુસ્ટ થશે.
રેમડેસિવિર મુદ્દે કોર્ટે રૂપાણી સરકારને ખખડાવી ? જાણો શું કહ્યું