શોધખોળ કરો
ખેડૂતો માટે જમીન ક્ષતી સુધારણા કાર્યક્રમ યોજાશે, આ કાર્યક્રમથી ખેડૂતો ભૂલો સુધારી શકાશે

અમાદવાદઃ આગામી સમયમા રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા જમીનનો ક્ષતિ સુઘારણા કાર્યક્રમ હાથ ઘરવામાં આવશે. જેમા જમીનની માપણી થયા બાદ જમીન માલિકોના નામ, અટક, સરનામુ અને સ્પેલિંગ જેવી બાબતોમા રહી ગયેલ ક્ષતિઓના સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાવામાં આવશે. જેમા અરજદાર ખેડુત 31 ઓક્ટોમ્બર 2016 સુધી અરજી કરી શકશે અને તે અરજી બાદ ત્રણ મહિનાની અંદર આ ક્ષતિઓની સુઘારણા કરવામાં આવશે. ખાસ કરી જમીનની માપણી અને રિસર્વે બાદ ઘણા ખેડુતોના નામોમાં ભુલો જોવા મળી હતી. જેના કારણે બેન્કથી લઇ અનેક સરકારી કામગીરીઓમાં ખેડુતોને હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી હવે આ સુઘારણા કાર્યકમ હાથ ધરાશે.
વધુ વાંચો





















