Gandhinagar: વિધાનસભાની ચૂંટણીને લઈને શંકરસિંહ વાઘેલા આવ્યા એક્શનમાં, જાણો કઈ પાર્ટીને કરશે સપોર્ટ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આગામી ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ છે. તો બીજી તરફ શકરસિંહ વાઘેલા પણ વિધાનસભા ચૂંટણી પહેલા સક્રિય થયા છે.
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આગામી ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ છે. તો બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સક્રિય થયા છે. મળતી માહિતી પ્રમાણે સક્રિય રાજકારણમાં આવવા માટેના બાપુએ સંકેત આપ્યા છે. રાજકીય રસ્તો અને પાર્ટી નક્કી કરવા આજે સમર્થકોને બાપુએ વસંત વગડે બોલાવ્યા છે. આજે 11 વાગ્યે શકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને તેમના સમર્થકો એકઠા થશે. આગામી એક અઠવાડિયામાં શકંરસિંહ બાપુ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.
કોગ્રેસે સ્પીકરને લખ્યો પત્ર
કોંગ્રેસના સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે 'અભદ્ર વર્તન'નો મુદ્દો ઉઠાવ્યો છે. અધીર રંજન ચૌધરી સહિતના કોંગ્રેસના સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને ભાજપના સાંસદો પર સોનિયા ગાંધી સાથે "દુર્વ્યવહાર" કરવાનો આરોપ મૂક્યો હતો અને આ બાબતને વિશેષાધિકાર સમિતિને મોકલવાની માંગ કરી હતી.
કોંગ્રેસના સાંસદોએ પત્રમાં કહ્યું છે કે ગૃહ સ્થગિત થયા બાદ જ્યારે સોનિયા ગાંધી અને અન્ય નેતાઓ બહાર જઈ રહ્યા હતા ત્યારે ભાજપના સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જ્યારે સોનિયા ગાંધી આ મામલે રમા દેવી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ઘણા સભ્યો ત્યાં આવી ગયા અને કોંગ્રેસ અધ્યક્ષને ઘેરી લીધા હતા. દરમિયાન તેઓએ સોનિયા ગાંધી સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેઓને ઈજા પણ થઈ શકે છે. કોંગ્રેસના કેટલાક મહિલા સાંસદો કોઈક રીતે સોનિયા ગાંધીને ત્યાંથી લઇ ગયા હતા. અમે ગેરવર્તણૂક કરનારા સાંસદોને સસ્પેન્ડ કરવાની માંગ કરીએ છીએ. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે અમે સ્પીકરને કહ્યું કે આજે ગૃહમાં સોનિયા ગાંધી સાથે થયેલા ખરાબ વર્તનને જોતા તમે તેની તપાસ કરો અને તેમનું અપમાન કરનારાઓ સામે કાર્યવાહી કરો.
અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો
નોંધનીય છે કે ગઇકાલે લોકસભાની કાર્યવાહી દરમિયાન અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈને આપેલા વિવાદિત નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો. જેના કારણે આજે ગૃહમાં કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ભારે હોબાળો થયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, "સોનિયા ગાંધીએ દેશના રાષ્ટ્રપતિના અપમાનને મંજૂરી આપી છે. સોનિયા ગાંધી અને કોંગ્રેસ આદિવાસી વિરોધી, દલિત વિરોધી અને મહિલા વિરોધી છે. રાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ માફી માંગવી જોઈએ.