Ghulam Nabi Azad Resigns: 'ગુલામ નબી આઝાદને તમામ મહત્વના હોદ્દા આપ્યા પણ મને ખબર નથી તેમને તકલીફ શું પડી'
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુલામ નબી આઝાદના રાજીનામા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, જનારાનું પણ સ્વાગત અને આવનારનું પણ કોંગ્રેસમાં સ્વાગત છે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુલામ નબી આઝાદના રાજીનામા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, જનારાનું પણ સ્વાગત અને આવનારનું પણ કોંગ્રેસમાં સ્વાગત છે. ગુલામ નબી આઝાદને તમામ મહત્વના હોદ્દા આપ્યા પણ મને ખબર નથી તેમને તકલીફ શું પડી. ગુલામ નબી આઝાદ જેવા વ્યક્તિને આ પ્રકારની વર્તણુક શોભા નથી દેતી. ઇન્દિરા ગાંધી વખતે જે પ્રકારે કોંગ્રેસ ચાલતી હતી તે જ પ્રમાણે લોકતાંત્રિક રીતે આજે પણ કોંગ્રેસ ચાલી રહી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આઝાદે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. લાંબા સમયથી નારાજ ચાલી રહેલા ગુલામ નબી આઝાદે આખરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. G-23માં સામેલ આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનો પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેમણે કોંગ્રેસમાં સામેલ થવાથી લઈને છોડવા સુધીની સફર વિશે જણાવ્યું છે. આ સાથે તેમણે હાલની કોંગ્રેસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા છે.
1- ગુલામ નબી આઝાદે પોતાના પત્રમાં રાહુલ ગાંધી વિશે નારાજગી વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે રાહુલ પોતાની આસપાસ બિનઅનુભવી લોકોને રાખે છે અને વરિષ્ઠ નેતાઓને બાજુ પર રાખે છે. રાહુલ ગાંધી પર ભૂતકાળમાં પણ પાર્ટ ટાઈમ રાજકારણી હોવાનો આરોપ લાગ્યો છે. અગાઉ પણ હાર્દિક પટેલ અને હિમંતા બિસ્વા સરમાએ તેના પર સમય ન આપવાનો આરોપ લગાવ્યો હતો.
2- ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો કે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સંચાલન કરતી રાષ્ટ્રીય કાર્ય સમિતિએ ઈચ્છાશક્તિ અને ક્ષમતા ગુમાવી દીધી છે.
3- કોંગ્રેસે ભારત જોડો યાત્રા શરૂ કરી છે તેના વિશે આઝાદે લખ્યું છે કે 'ભારત જોડો યાત્રા' શરૂ કરતા પહેલા પાર્ટી નેતૃત્વએ 'કોંગ્રેસ જોડો યાત્રા' કરવી જોઈતી હતી.
5- ગુલામ નબી આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી ન કરાવવા પર પણ ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે સંગઠનમાં કોઈપણ સ્તરે ક્યાંય ચૂંટણી થઈ નથી.
6- આ સાથે આઝાદે પોતાના પત્રમાં G-23 મુદ્દે પણ લખ્યું છે. તેમણે લખ્યું કે જ્યારે જી-23ના નેતાઓએ કોંગ્રેસની નબળાઈઓ જણાવી તો તે તમામ નેતાઓનું અપમાન થયું.
7- પોતાના પત્રમાં આઝાદે રાહુલના આગમન સાથે ચર્ચાની પરંપરાનો અંત કર્યો. આ સાથે તેમણે કહ્યું કે 2019ની હાર બાદ પાર્ટીની હાલત ખરાબ થઈ ગઈ છે.
8- ગુલામ નબી આઝાદે આરોપ લગાવ્યો કે આજે કોંગ્રેસ રિમોટ કંટ્રોલ મોડલ પર ચાલી રહી છે. રાહુલ ગાંધીના પીએ અને સુરક્ષાકર્મીઓ પાર્ટી અંગે નિર્ણય લઈ રહ્યા છે. રાહુલના નેતૃત્વમાં 39 વિધાનસભા ચૂંટણીમાં તેનો પરાજય થયો હતો.
એક ભાગ છે જે પાર્ટીમાં ઘણા મોટા ફેરફારોની વાત કરી રહ્યા હતા.