શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ બે બિઝનેસમેન સામે ગેંગ રેપની ફરિયાદ કરવા યુવતીને આંધ્રથી બોલાવાઈ, 500 રૂપિયામાં કોન પાસેથી ખરીદ્યું વિર્ય ?
નવેમ્બર મહિલાનામાં ગોમતીપુરામાં સરસપુરના કાપડના બે વેપારીઓએ દુકાનમાં આવીને યુવતી પર ગેંગરેપ કર્યો હોવાની મહિલા ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે, ફરિયાદમાં શંકા ઉપજતા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે તટસ્થ તપાસના આદેશ આપ્યા હતા.
અમદાવાદઃ શહેરના સરસપુર વિસ્તારમાં કાપડના બે વેપારીઓને ગેંગેરેપના ખોટા કેસમાં ફસાવી દેનારી ટોળકીનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ વેપારીઓ સામે અંગત અદાવતમાં આંધ્રપ્રદેશની યુવતીની મદદથી તેમને ગેંગરેપના કેસમાં ફસાવી દીધા હતા. જોકે, પોલીસ તપાસમાં કેસ ખોટો હોવાનું પુરવાર થયું છે. ક્રાઇમબ્રાન્ચે આ ખોટા ગુનામાં પ્રોસિક્યુશન વિથ બી સમરી ભરી રિપોર્ટ કોર્ટમાં ફાઈલ કર્યો છે. યુવતી સહિતના તમામ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, નવેમ્બર મહિલાનામાં ગોમતીપુરામાં સરસપુરના કાપડના બે વેપારીઓએ દુકાનમાં આવીને યુવતી પર ગેંગરેપ કર્યો હોવાની મહિલા ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે, ફરિયાદમાં શંકા ઉપજતા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે તટસ્થ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરતાં આ ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું છે.
કાપડના વેપારીઓને ઇરફાન અન્સારી અને અજય કોડવાનીએ યુવતીને ઊભી કરી ખોટી રીતે ફસાવ્યા હતા. ઇરફાન અને અજય વિરુદ્ધ 2019માં ઠગાઈની ફરિયાદ નોંધાઇ, તેમાં બન્નેને 40 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. આ અંગે વેપારીઓ સામે મનદુખ રાખી ગેંગરેપની ખોટી ફરિયાદ કરવા પ્લાન ઘડ્યો હતો.
ઇરફાને તેના મિત્ર નિરજ ગુપ્તાના નામે ગોમતીપુર સુન્ની મુસ્લિમની ચાલીમાં દુકાન ભાડે લીધી હતી. બળાત્કારની ફરિયાદ માટે યુવતીની જરૂર હોવાથી આંધ્રપ્રદેશના વિજયવાડાની યુવતીને 1 લાખ આપી સહપરિવાર અમદાવાદ લઈ આવ્યા હતા. આ પછી યુવતીને સરસપુરમાં ભાડાના મકાનમાં રાખી હતી. યુવતીને નિરજ ગુપ્તાને ત્યાં અને તેના પતિને રેલ્વે સ્ટેશન પર નોકરી અપાવી હતી. ગેંગરેપની ફરિયાદ સાચી સાબિત થાય તેમજ વેપારી તેની દુકાને રૂ. 1 લાખની ઉઘરાણી માટે આવતા હોવાની વાત ઉપજાવી હતી.
બીજી તરફ ઇરફાન પોતાની પર થયેલા કેસના સમાધાન માટે બંને વેપારીને નિરજની દુકાને બોલાવતો હતો. લોકો સમજતા કે, બન્ને નિરજ પાસે પૈસા લેવા આવે છે. વેપારીઓને ફસાવવા ઇરફાને ખોટી ફરિયાદ કરવાના આગલા દિવસે તેના ત્રણ કારીગરો પાસેથી 500 રૂપિયામાં તેમનું સ્પર્મ ખરીદી લીધું બાદમાં કાચની બંગડીઓની ખરીદી કરી હતી.
પ્લાન મુજબ વેપારીઓને સમાધાન માટે નિરજની દુકાને બોલાવી વાત કરી રોકી રાખ્યા હતા. બાદમાં દુકાનનો પાછળ આવેલી રૂમમાં ખૂણામાં ચાદર પાથરીને તેની સીમન છાંટ્યું અને કાચની બંગડીના ટુકડા વિખરી નાખ્યા હતાં. પ્લાન પ્રમાણે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતીને ગેંગરેપની ખોટી ફરિયાદ કરવા મોકલી હતી. પોલીસ તપાસમાં કપડાં મળેલું વીર્ય ગેંગરેપમાં જેણે આરોપી બતાવ્યા તેમના સ્પર્મ જોડે મેચ થતું ન હતું.
નિરજ ગુપ્તાએ તેના મિત્ર મનોજને વેપારીને નિરજ પાસે રૂ. 1 લાખ લેવાના હોવાનું નિવેદન પોલીસને આપવા તૈયાર કર્યો હતો. જોકે, ક્રાઈમબ્રાન્ચે મનોજ ગુપ્તાનું નિવેદન લેતા તેણે નિરજે પૈસા આપવાનું કહી ખોટું બોલવા જણાવ્યું હોવાનું લખાવ્યું હતું. તેમજ બનાવ વખતે ગેંગરેપનો ભોગ બનેલી યુવતીની કોઈ બુમો સાંભળી ન હતી. આમ સમગ્ર ફરિયાદ ખોટી હોવાનું ખુલ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement