શોધખોળ કરો
કોરોનાગ્રસ્ત થયેલા ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો વિગત
આજે સવારે નરેશ કનોડિયાને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. ઓક્સિજનનું પ્રમાણે ઘટતા તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
![કોરોનાગ્રસ્ત થયેલા ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો વિગત Gujarat actor on ventilator after found corona positive at UN Mehta hospital કોરોનાગ્રસ્ત થયેલા ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/21131843/naresh.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અને ભાજપના નેતા નરેશ કનોડિયાન તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. આજે સવારે નરેશ કનોડિયાને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. ઓક્સિજનનું પ્રમાણે ઘટતા તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ અંગે યુ.એન. મહેતા હોસ્પિટલના પ્રશાસન દ્વારા પુષ્ટી કરવામાં આવી છે.
તેઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દરમિયાન આજે તેમનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર મુકાયા છે. હવે 95થી ઉપર તેમનું ઓક્સિજન લેવલ ન આવે ત્યાં સુધી તેમને વેન્ટિલેટર પર રાખવામમાં આવશે. તેમના પુત્ર અને ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે.
તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ જણાવ્યું કે, મારા પપ્પાને કોરોનાના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો અને ત્યાર બાદ સિટી સ્કેન દરમિયાન કોરોના વાયરસ હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે તેમને તાત્કાલીક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળતા તેમના ફેન્સને ઝાટકો લાગ્યો છે અને તેઓ અભિનેતાના જલ્દી સાજા થઈ જાય તે માટે તેઓ પ્રાર્થના કરી રહ્યાં છે.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)