શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

હાર્દિક પટેલની ભાજપને ખુલ્લી ધમકીઃ 'કોંગ્રેસના લોકોને હેરાન ના કરતાં, નહીં તો..., કોંગ્રેસના કાર્યકરોએ માથા લાલ કરવા પડશે'

હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને હેરાન ન કરતા. કોંગ્રેસનો કાર્યકર ભગતસિંહમાં પણ માને છે તે યાદ રાખજો. જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું હતું.

અમદાવાદઃ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટલની ભાજપ સરકાર અને ભાજપના નેતાઓને ખુલ્લી ધમકી આપી હતી. હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને હેરાન ન કરતા. કોંગ્રેસનો કાર્યકર ભગતસિંહમાં પણ માને છે તે યાદ રાખજો. જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાતના રસ્તાઓ ઉપર માથા લાલ કરવા પડશે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે આજે ઓબીસી નેતા અને પૂર્વ સાંસસદ જગદીશ ઠાકોરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આજે વિધિવિત રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે અર્જુન મોઢવાડિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ ઉપસ્તિત રહ્યા હતા. 

અગાઉ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખના નામની અંતે જાહેરાત કરવામાં આવી હતી અને જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસના સુકાની બનાવાયા હતા. જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ અને ઠાકોર નેતા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી. 

ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન એવા  પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર બે વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002 અને 2007 એમ સળંગ બે વાર જીતેલા ઠાકોર  2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક પરથી ઠાકોર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આમ જગદીશ ઠાકોર  2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે એલાન કરેલું કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે.  ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડRajkot News: પીઠડીયા ટોલપ્લાઝામાં દોઢ ગણો ટોલ ટેક્ષ વધારો કરાતા વિરોધ...Surat News: સુરતમાં ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા  સાથે ઠગાઈPraful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Embed widget