Gujarat Corona Cases: ગુજરાતમાં 10 દિવસમાં એક્ટિવ કેસમાં 54 ટકાનો વધારો, અમદાવાદના કયા પોશ વિસ્તારના લોકોમાં ફેલાયો ફફડાટ ?
Covid-19 Update: અમદાવાદરના બોપલમાં કોરોના સંક્રમણ વધતા ચાર મકાનમાં રહેતા પંદર લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.શહેરમાં હવે કુલ પાંચ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ આવરી લેવાયા છે.
Gujarat Covid-19 Cases: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો હતો. શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,726 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી શુક્રવારે એક મોત થયું છે અને 3,42,151 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 8,નવસારી 4, સુરત કોર્પોરેશમાં 3, આણંદ 2, જામનગર કોર્પોરેશન 2, મહેસાણા 2, ગાંધીનગર કોર્પોરેશન 1, કચ્છ 1, સાબરકાંઠા 1, સુરત 1 અને વલસાડમાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો હતો. જ્યારેવલસાડમાં કોરોના સંક્રમણથી 1 મોત થયું છે.
એક્ટિવ કેસમાં કેટલો થયો વધારો
કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 331 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 326 નાગરિકો સ્ટેબલ છે. ૧૦ નવેમ્બરે રાજ્યમાં ૨૧૫ એક્ટિવ કેસ હતા, જે હવે ૫૪% વધીને ૩૩૧ થઇ ગયા છે. અત્યાર સુધીમાં 8,16,726 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10091 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
#GujaratCoronaUpdate#COVID19Dashboard
— GujHFWDept (@GujHFWDept) November 19, 2021
36 New cases
16 Discharged
0 Deaths reported
331 Active Cases,05 on ventilator
3,42,151 Got Vaccine Today
2,17,802 people between 18-44 got first dose@MoHFW_INDIA @CMOGuj @JpShivahare @pkumarias @PIBAhmedabad @ANI @mygovindia pic.twitter.com/QZ7ZxT3axd
અમદાવાદમાં માઇક્રોકન્ટેઈનમેન્ટમાં વધારો
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા ચાર મકાનમાં રહેતા પંદર લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.શહેરમાં હવે કુલ પાંચ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ આવરી લેવાયા છે. બોપલમાં માઇક્રોકન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવતાં આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. શનિવારે ૨૪ હજારથી વધુ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા બોપલના સન સ્કાય પાર્કમાં કોરોના સંક્રમણ ફેલાતા બી બ્લોકના બીજા માળે આવેલા ૨૦૧થી ૨૦૪ મકાનના ૧૫ લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.મ્યુનિ.તંત્ર ૨૦ નવેમ્બરે હાઉસ ટુ હાઉસ સર્વે અને સ્ક્રીનીંગની કામગીરી કરશે. ઘર સેવા વેકિસન યોજના હેઠળ કુલ ૩૬૧૮ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા અત્યાર સુધીમાં કુલ ૩૦૫૫ લોકોને રસી આપવામાં આવી છે.અમદાવાદમાં થોડા દિવસો અગાઉ શહેરમાં કોરોનાના કેસ વધતા દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર વોર્ડના દેવકેસલના સંક્રમિત સ્થળને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યો હતો.બાદમાં મોટેરામાં આવેલી સંપાદ રેસીડેન્સીના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યો હતા ઉપરાંત પોલીટેકનીક પાસે આવેલા કરમણ્ય ફલેટના આઠ ફલેટમાં રહેતા ૧૮ લોકોને તેમજ નવરંગપુરા વોર્ડના શ્રેયસ ટેકરા ખાતે આવેલા તુલીપ સીતાડેલના જી બ્લોકના ચોથા,પાંચમા અને છઠ્ઠા માળના છ મકાનમાં રહેતા વીસ લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.આમ શહેરમાં હવે પાંચ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.