(Source: ECI/ABP News/ABP Majha)
Corona Guideline : ગુજરાતમાં હજુ આકરા કોરોના નિયંત્રણો આવશે? ગુજરાતના પોલીસ વડાએ શું કરી જાહેરાત?
રાજ્ય પોલીસ વડાઓ જિલ્લાના એસપી અને રેન્જ આઈજી સાથે વિડિઓ કોન્ફ્રાન્સ કરીને કડક અમલવારી માટે આદેશ આપ્યા છે. આ સમયે તેમણે કોરોનાના કડક નિયંત્રણો મુદ્દે પણ નિવેદન આપ્યું હતું.
અમદાવાદઃ રાજ્યમાં અમલી બનેલ નવી કોરોના ગાઈડ લાઈન સખત અમલ માટે આજે રાજ્ય પોલીસ વડાઓ જિલ્લાના એસપી અને રેન્જ આઈજી સાથે વિડિઓ કોન્ફ્રાન્સ કરીને કડક અમલવારી માટે આદેશ આપ્યા છે. આ સમયે તેમણે કોરોનાના કડક નિયંત્રણો મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે સરકારી કચેરીઓમાં 50 ટકા હાજરીનો નિર્ણય લેવાય તેવા સંકેત આપ્યા હતા. સંક્રમણ વધે તો સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ અંગે નિર્ણય લેવાઇ શકે છે.
રાજ્ય પોલીસ વડાઓએ પ્રેસ કોન્ફ્રાન્સ મા જણાવ્યું કે, રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારની SOPનો કડક અને ચુસ્ત અમલ કરવા આપવામાં આવેલ સુચના અનુસંધાને રાજય પોલીસ તંત્ર દ્વારા તા .૧૫ / ૦૧ / ૨૦૨૨ થી તા .૨૧ / ૦૧ / ૨૦૨૨ દરમ્યાન કોરોના સંક્રમણ અંગેના નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવા અંગેની નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલ છે.
છેલ્લા એક અઠવાડીયામાં જાહેરનામા ભંગના કુલ -૩,૮૩૦ ગુન્હા દાખલ થયેલ છે , જેમાં કુલ -૩,૨૦૬ વ્યકિતઓની ધરપકડ પણ થયેલ છે . જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થૂંકવા બદલ કુલ -૨૫૭૪૫ વ્યકિતઓ પાસે રૂા .૨.૫૬ કરોડ જેટલો દંડ વસુલ કરાયેલ છે તથા એમ.વી. એકટ ૨૦૭ ની જોગવાઇઓના ભંગ બદલ કુલ ૩૧૪૨ વાહનો જપ્ત કરાયેલ છે .
રાજકીય મેળાવડાઓમા કેમ પગલાઓ લેવાતા નથી, તે પ્રશ્ન પર રાજકીય કાર્યક્રમમાં પણ પગલાંઓ લેવાતા હોવાનો રાજ્ય પોલીસ વડાએ દાવો કર્યો. તેમણે કહ્યું સંક્રમણ ઓછું હોય ત્યારે આપડે કડક રીતે પગલાંઓ નથી લેવામાં આવતા.સંક્રમણ વધે ત્યારે કડક પગલાંઓ લેવામાં આવે છે. આશિષ ભટિયાએ કહ્યું કે, સરકારી કચેરીઓમાં સંખ્યા ઓછી કરવા સંદર્ભે કોર ટીમમાં ચર્ચા કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ભવિષ્યમાં કેસ વધે તો આવો નિર્ણય લેવાય શકે છે. તેમણે સરકારી કચેરીઓમાં 50 ટકા હાજરીનો નિર્ણય લેવાય તેવા સંકેત આપ્યા હતા. સંક્રમણ વધે તો સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ અંગે નિર્ણય લેવાઇ શકે છે. સરકારી કચેરીઓમાં સ્ટાફની સંખ્યા પર કોર કમિટીમાં ચર્ચા થશે. હાલના તબ્કે સરકારી કચેરીઓમાં સ્ટાફ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
પોલીસ ગ્રેડ પે અને અન્ય માંગણીઓ સંદર્ભે રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે આ વિષય મામલો રાજ્ય કમિટીએ મોટા ભાગનું કામ કરી લીધું છે. સરકાર સાથે પણ આ મુદ્દે એક બે વખત ચર્ચા મીટીંગ થઈ ચૂકી છે. હકારાત્મક રીતે કમિટી પોલીસ ગ્રેડ પે અને અન્ય પ્રશ્નો સંદર્ભે કામગીરી કરી રહી છે.