શોધખોળ કરો
Advertisement
ગુજરાતના જાણીતા સિંગર જીગ્નેશ કવિરાજે કેમ નોંધાઈ સાયબર ક્રાઈમમાં ફરિયાદ? જાણો વિગત
બે શખ્સો જીગ્નેશ કવિરાજના નામે ફેક એકાઉન્ટ બનાવીને યુવતીઓને અશ્લીલ મેસેજ અને બીભત્સ ફોટો મોકલીને યુવતીઓને હેરાન કરતાં હતાં જેને લઈને જીગ્નેશ કવિરાજે અમદાવાદ સાયબરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતના જાણીતા સિંગર જીગ્નેશ બારોટ (જીગ્નેશ કવિરાજ)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જીગ્નેશ કવિરાજે હાલ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જીગ્નેશ કવિરાજે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, બે અજાણ્યા શખ્સોએ ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી તેમના ચાહકો અને મિત્રો સાથે વાત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતી સિંગર કલાકાર જીગ્નેશે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદ પ્રમાણે, ફેસબૂકમાં અજાણ્યાં વ્યક્તિએ તેના નામનું ફેક એકાઉન્ટ બનાવી ફોટોઝ મુક્યા છે. જેનો ઉપયોગ કરી ચાહકો અને મિત્રો સાથે મેસેન્જરમાં વાતચીત કરતાં હતાં.
બે શખ્સો જીગ્નેશ કવિરાજના નામે ફેક એકાઉન્ટ બનાવીને યુવતીઓને અશ્લીલ મેસેજ અને બીભત્સ ફોટો મોકલીને યુવતીઓને હેરાન કરતાં હતાં જેને લઈને જીગ્નેશ કવિરાજે અમદાવાદ સાયબરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion