શોધખોળ કરો
મોદી સરકારના કોરોના અંગેના સર્વેમાં અમદાવાદીઓ માટે શું છે ખરાબ સમાચાર ?
અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ હોવાનો દાવો. દેશનાં 11 કોરોનાગ્રસ્ત શહેરના કન્ટેન્મેન્ટ ઝોનમાં સરકારે કરેલા સર્વેમાં ઘટસ્ફોટ થયો છે.
![મોદી સરકારના કોરોના અંગેના સર્વેમાં અમદાવાદીઓ માટે શું છે ખરાબ સમાચાર ? Heard immunity develop in Ahmedabad , 49 present people may effected in city મોદી સરકારના કોરોના અંગેના સર્વેમાં અમદાવાદીઓ માટે શું છે ખરાબ સમાચાર ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/07204549/ahmedabad.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસો છે. ત્યારે અમદાવાદમાં 49% લોકો સંક્રમિત થયા હોવાના અને શહેરમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દેશનાં 11 કોરોનાગ્રસ્ત શહેરના કન્ટેન્મેન્ટ ઝોનમાં સરકારે કરેલા સર્વેમાં ઘટસ્ફોટ થયો છે.
મે મહિનામાં થયેલા સર્વેનાં તારણો મુજબ કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા અડધો અડધ લોકોના શરીરમાં કોરોના સામેના એન્ટિબોડી મળ્યા હતા. તારણો મુજબ શહેરમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ ચૂકી છે. અગ્રણી ડોક્ટરોએ અગાઉ અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી શરૂ થયાનું જણાવ્યું જ હતું. અમદાવાદના 10 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સર્વે કરાયો હતો. સર્વેનાં તારણો મુજબ મુંબઈ, આગરા, પૂણે કરતાં અમદાવાદમાં સંક્રમણનું પ્રમાણ વધારે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)