શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ગરમી વધશે કે ઘટશે? આ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો વિગત
23 તારીખે ચૂંટણીના ગરમાવાની વચ્ચે ગુજરાતમાં તાપમાનનો પારો પણ ઉંચકાયો હતો. મંગળવારે અમદાવાદનું સૌથી વધુ 43.4 તાપમાન ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી શક્યતા છે.
અમદાવાદ: 23 તારીખે ચૂંટણીના ગરમાવાની વચ્ચે ગુજરાતમાં તાપમાનનો પારો પણ ઉંચકાયો હતો. મંગળવારે અમદાવાદનું સૌથી વધુ 43.4 તાપમાન ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી શક્યતા છે. હવામાના વિભાગની આગાહી મુજબ, એપ્રિલના બાકી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે. રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા ઉત્તર પશ્ચિમના પવનોના કારણે ગરમી વધવાની શક્યતા છે.
મંગળવારે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચો રહ્યો હતો. ઉત્તર ગુજરાતના ડિસામાં મંગળવારે 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે વડોદરામાં 42 ડિગ્રી અને રાજકોટમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ભુજમાં 41.8 સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યાં હોવાથી તાપમાનમાં વધારો થયો છે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે શહેરોનો પારો ઉંચો જઈ રહ્યો છે અને તેના કારણે જ 23 તારીખે અમદાવાદનું તાપમાન બે ડિગ્રી વધારે નોંધાયું હતું.
જોકે, મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે હવામાન વિભાગે હજુ સુધી હિટ વેવની કોઈ આગાહી કરી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલ અમદાવાદનું તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion