શોધખોળ કરો
Advertisement
મોડી રાતે અમદાવાદમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો, કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો
મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સોમવારે મોડી સાંજે 8 વાગ્યા પછી સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો અને માત્ર 3 જ કલાકમાં સમગ્ર શહેરમાં ધોધમાર અંદાજીત 3 ઈંચ વરસાદ નોંધાયો
અમદાવાદ: મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સોમવારે મોડી સાંજે 8 વાગ્યા પછી સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો અને માત્ર 3 જ કલાકમાં સમગ્ર શહેરમાં ધોધમાર અંદાજીત 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને પગલે સંખ્યાબંધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ભારે વરસાદને પગલે શાહીબાગ અને મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો હતો.
મીઠાખળી અંડરપાસમાં 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા તો દાણીલીમડા, પાલડી, માણેકબાગ, હાટકેશ્વર, સૈજપુર સહિતના 50થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતાં. સૌથી વધુ મેમ્કો, ઓઢવ, વિરાટનગર, નરોડા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જ્યારે ગોતામાં અડધો ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો. હતો.
અમદાવાદ શહેરના ઝોનવાર સૌથી વધુ વરસાદ પૂર્વઝોનમાં અને ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 4 ઈંચ, જ્યારે મધ્ય ઝોનમાં 3 ઇંચ તો પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
સોમવારે રાત્રે 8થી 11માં ધોધમાર વરસાદ પડ્યો
મેમ્કો - 4.76 ઈંચ
ઓઢવ - 4.64 ઈંચ
વિરાટનગર - 4.64 ઈંચ
નરોડા - 4.44 ઈંચ
મણિનગર - 4.29 ઈંચ
ચકૂડિયા - 3.64 ઈંચ
પાલડી - 3.07 ઈંચ
ઉસ્માનપુર - 1.88 ઈંચ
ચાંદખેડા - 1.57 ઈંચ
રાણીપ - 1.57 ઈંચ
બોડકદેવ - 1 ઈંચ
ગોતા - અડધો ઇંચ ઈંચ
સરખેજ - 1.31 ઈંચ
દાણાપીઠ - 2.79 ઈંચ
દૂધેશ્વર - 2.83 ઈંચ
કોતરપુર - 2.91 ઈંચ
વટવા - 2.87 ઈંચ
ઉત્તર-પુર્વીય મધ્યપ્રદેશ અને ઉત્તરીય છત્તીસગઢની આસપાસ લો- પ્રેશરની સાથે સાયક્લોનિક સરક્યુલેશન સક્રીય થયેલું છે. તેમજ 19 ઓગસ્ટેથી નવું લો-પ્રેશર બંગાળની ખાડીમાં સક્રીય થશે જેની અસરથી આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તેમજ અમદાવાદમાં બે દિવસ હળવા ઝાપટાં પડે તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
આરોગ્ય
રાજકોટ
Advertisement