Ahmedabad Rain: અમદાવાદમાં ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. એસજી હાઈવે, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, સિંઘુભવન રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. એસજી હાઈવે, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, સિંઘુભવન રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એસજી હાઈવે પરના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક ભારે વરસાજ પડશે તેવી આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આગામી 3 કલાક સુધી વરસાદની આગાહી
રાજ્યમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી 3 કલાકમાં સામાન્ય ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ગતિ 40 કીમી પ્રતિકલાક રહેશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા , જુનાગઢ , પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ , પાટણ , સુરત, તાપી, નવસારી, વલસાડ,ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે.
જ્યારે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા,નર્મદા, દાહોદ , છોટા ઉદેપુર અને ભરુચમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના આ બે ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ નદી-નાળા છલકાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને આંબાજળ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. આંબાજળ ડેમના પાટિયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સરસઈ,ચાપરડા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
બીજી તરફ જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ પણ ઓવરફલો થયો છે. પ્રથમ વરસાદે જ ઓઝત 2 ડેમ ઓવરફલો થયો છે. ઓઝત ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જેને લઈને જૂનાગઢ જિલ્લાનો પાણીનો પ્રશ્ર હલ થયો છે. સિંચાઈ તેમજ પીવાના પાણીનો ઉપયોગ આ ડેમમાંથી કરવામાં આવે છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમ ઓવરફલો થયો છે.
કચ્છમાં વરસ્યો સિઝનનો સૌથી વધુ વરસાદ
- અત્યાર સુધીમાં કચ્છમાં વરસ્યો સિઝનનો સૌથી વધુ વરસાદ
- અત્યાર સુધીમાં કચ્છમાં સિઝનનો 76.80 ટકા વરસાદ વરસ્યો
- અત્યાર સુધીમાં ઉ.ગુજરાતમાં સિઝનનો 25 ટકા વરસાદ વરસ્યો
- અત્યાર સુધીમાં મધ્ય ગુજરાતમાં સિઝનનો 14.82 ટકા વરસાદ
- અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સિઝનનો 32.90 ટકા વરસાદ
- અત્યાર સુધીમાં દ.ગુજરાતમાં સિઝનનો 15.86 ટકા વરસાદ
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial