શોધખોળ કરો
Advertisement
‘નમસ્તે ટ્રમ્પ’: અમદાવાદમાં PM નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરના હોર્ડિંગ્સ લાગ્યા
અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. અમદાવાદના જાહેર સ્થળો પર કલરકામ અને પેઈન્ટિંગ બનાવવામાં આવ્યા છે.
અમદાવાદ: ગુજરાતમાં ટ્રમ્પના સ્વાગતની તડામાર તૈયારી ચાલી રહી છે. નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલાં જ શહેરમાં મોદી અને ટ્રમ્પની તસવીરના હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. રોડ શોના રૂટ પર ટ્રમ્પ-PM મોદીની મિત્રતાના પોસ્ટરો લગાવાયા છે. આ હોર્ડિંગ્સ AMC દ્વારા લગાવવામાં આવ્યા છે.
ટ્રમ્પની સુરક્ષાનાં તમામ સાધન સામગ્રી સોમવારે અમદાવાદ આવી પહોંચી હતી. ભવ્ય રોડ શોની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ટ્રમ્પની સ્વાગતામાં કોઈ પણ ચૂક ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. અમદાવાદના જાહેર સ્થળો પર કલરકામ અને પેઈન્ટિંગ બનાવવામાં આવ્યા છે. ટ્રમ્પની સુરક્ષાને લઈને પણ કવાયત હાથ ધરવામાં આવી છે.
અમેરિકન રાષ્ટ્રપતિના કાર્યક્રમને ખાસ બનાવવા માટે વિશેષ અતિથીઓને બોલાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી, રતન ટાટા, આનંદ મહિન્દ્રા, સચિન તેંડુલકર અને કપિલ દેવ હાજર રહેશે. આ ઉપરાંત ઢોલિવૂડ અને બોલિવૂડના કલાકારો પણ હાજર રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement