શોધખોળ કરો

Gujarat Weather: વાપીના વાતાવરણમાં પલટો,કંડલા અને વેરાવળ બંદર પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ

Gujarat Weather: હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર પૂર્વ મધ્યમ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે. જેના કારણે  આગમી સાત દિવસ રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather: હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર પૂર્વ મધ્યમ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે. જેના કારણે  આગમી સાત દિવસ રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 25થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદને લાઈ યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વાપીના વાતાવરણમાં પલટો આવ્યો છે.

વાપીના વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ

વાપી પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે, જેના કારણે કમોસમી વરસાદ વરસ્યો હતો. વાપીના ચાર રસ્તા, નેશનલ હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, સેલવાસ રોડ પર પણ હળવો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

વેરાવળ બંદર પર એક નંબરનું સિગ્નલ અને માછીમારોને સૂચના

તો બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થતાં વેરાવળ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દરિયા કાંઠે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, માછીમારોને હાલમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન

અરબી સાગરમાં એક ડિપ્રેશન સર્જાયું છે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, કચ્છના કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ ડિપ્રેશનની અસર હેઠળ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મત મુજબ આગામી 72 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે  વરસાદનું અનુમાન છે. તેમાં પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. નવસારી-સુરતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.ઉપરાંત  ભરૂચ-વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. કેટલાક ભાગોમાં પૂર આવે તેવી શક્યતા છે.

આગામી 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે, હાલમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમની વિક્ષેપના કારણે વરસાદની શક્યતા છે. રાજ્યમાં નવસારી સુરત, ભરૂચ, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, ભરૂચ, સુરત સહિતના ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતાઓ પણ છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. એટલુ જ નહીં વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, દસાડા, પાટડી, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા, બરવાળા, કડીમાં ભારે વરસાદની આગાહી છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget