શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ આ પોલીસ સ્ટેશનના PSIને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
ઇસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચાવડાને કોરોનાનો ચેપ લાગ્યો છે. PSI અને તેમના રાઇટર 4 દિવસથી રજા પર હતા.
અમદાવાદઃ શહેરમાં વધુ એક પોલીસકર્મી કોરોનાનો ભોગ બન્યા છે. ઇસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચાવડાને કોરોનાનો ચેપ લાગ્યો છે. PSI અને તેમના રાઇટર 4 દિવસથી રજા પર હતા, ત્યારે કોઈને ક્વોરેન્ટાઇન કરવા કે નહીં તે નક્કી નહીં. નોંધનીય છે કે, આજે શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં એક સાથે 8 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. કંટ્રોલ રૂમના 8 પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા કુલ 10 લોકોના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 8ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2 લોકોને ક્વોરન્ટાઇન કરાશે.
ગઈ કાલે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓ પણ કોરોનાનો ભોગ બન્યા છે. રામોલ પોલીસ સ્ટેશનના એએસઆઇ અને 4 કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પાંચેય પોલીસકર્મીઓના સંપર્કમાં આવેલા તમામને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના 9724 કેસો નોંધાયા છે, જેમાંથી 3658 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 645 લોકોનું કોરોનાને કારણે મોત થયું છે. હાલ, અમદાવાદમાં 5421 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 13,273 નોંધાયા છે. જેમાંથી 5880 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે રાજ્યમાં કુલ 802 લોકોના કોરોનાથી મોત થયા છે. તેમજ હાલ, 6591 લોકો સારવાર હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
આઈપીએલ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion