શોધખોળ કરો

Kirti Patel Arrested: મૃગીકુંડ સ્નાન વિવાદ વચ્ચે જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી કરી કીર્તિ પટેલની ધરપકડ

Kirti Patel Arrested: સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને લઈને મોડી સાંજ સુધીમાં જૂનાગઢ પહોંચે તેવી શક્યતા છે.

Kirti Patel Arrested: સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને લઈને મોડી સાંજ સુધીમાં જૂનાગઢ પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ભવનાથ તળેટીના મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદ બાદ કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં કુલ 3 ગુના નોંધાયા છે. મૃગીકુંડમાં સ્નાન કરતી વખતે ફરજ પરના PI (પોલીસ ઈન્સ્પેક્ટર) સાથે માથાકૂટ અને ઉગ્ર દલીલો કરવા મામલે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, બજરંગદાસ બાપુએ પણ કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિવાદોની હારમાળામાં એક યુટ્યુબરે પણ કીર્તિ પટેલ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. આ યુટ્યુબરે કીર્તિ પટેલના સતત ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં જૂનાગઢ પોલીસ આ તમામ મામલે કીર્તિ પટેલની કડક પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે.

શું હતો મૃગીકુંડ વિવાદ?

 તમનેે જણાવી દઈએ કે, કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી. કીર્તિ પટેલે ભગવા કપડાં પહેરીને નાગા સાધુઓના શાહી સ્નાન દરમ્યાન મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી.  આ ઘટનાથી સાધુ-સંતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે  ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે સાધુઓની રવેડી નીકળે છે જે બાદ સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે. આ દિવસે પરંપરા અનુસાર કોઈ સંસારી વ્યક્તિ મૃગીકુંડમાં સ્નાન કરી શક્તી નથી. પરંતુ કીર્તિ પટેલ પ્રશાસનની નજર ચુકવીને ભગવા વસ્ત્રોની આડમાં મૃગી કુંડમાં સ્નાન કરવા પહોંચી ગઇ હતી.  આ દરમિયાન તે મહિલા પોલીસકર્મી સાથે ઝઘડો કરતી પણ જોવા મળી હતી. ત્યારે મેળામાં રવેડીમાં કીર્તિ પટેલ કેવી રીતે આવી ગઈ અને મૃગીકુંડ સુધી કેવી રીતે પહોંચી ગઈ તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ ઘટનાને લઇને વિવાદ સર્જાયો હતો.

મૃગીકુંડમાં સ્નાનને લઇને શું ગાઇડલાઇન 
ઉલ્લેખનિય છે કે  ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે સાધુઓની રવેડી નીકળે છે જે બાદ સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે. આ દિવસે પરંપરા અનુસાર કોઈ સંસારી વ્યક્તિ મૃગીકુંડમાં સ્નાન કરી શક્તી નથી. જો કે આ મૃગીકુંડમાં સ્નાનને લઇને કોઇ ચોક્કસ કાયદાકિય ગાઇડ લાઇન નથી. ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં માત્ર સન્યાસીઓ જ સ્નાન કરી શકે તેવી કાયદાકીય કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સાધુઓ જ સ્નાન કરે એ એક ધાર્મિક પરંપરા હોવાથી મોટાભાગના સંસારીઓ મૃગીકુંડમાં સ્નાન કરતા નથી. જો કે સમયની માંગણી અને  સાધુ સંતોની લાગણીને જોતા તેમજ મૃગીકુંડની રહસ્યમય અને પવિત્ર પરંપરા સાથે છેડછાડ ન થાય માટે કાયદાકીય રીતેે ચોક્કસ ગાઇડલાઇન બનાવવી આવકાર્ય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget