![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahemdabad News:અમદાવાદમાં વરસાદ બન્યો આફતરૂપ, આ વિસ્તાર પાણી પાણી
હવામાન વિભાગની આગાહીની વચ્ચે અમદવાદમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા. જો કે અહીં થોડા વરસાદને પણ રસ્તા પર પાણી ભરાઇ જતાં શહેરીજનોની મુશ્કેલી વધી છે.
![Ahemdabad News:અમદાવાદમાં વરસાદ બન્યો આફતરૂપ, આ વિસ્તાર પાણી પાણી Many roads were flooded due to heavy rains in Ahmedabad Ahemdabad News:અમદાવાદમાં વરસાદ બન્યો આફતરૂપ, આ વિસ્તાર પાણી પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/6858aa9949ba35bbdb2804e2d277723c168975701770281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahemdabad News:હવામાન વિભાગની આગાહીની વચ્ચે અમદવાદમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા. જો કે અહીં થોડા વરસાદને પણ રસ્તા પર પાણી ભરાઇ જતાં શહેરીજનોની મુશ્કેલી વધી છે.
હવામાન વિભાગની આગાહીની વચ્ચે અમદવાદમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. જેને લઇને અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં વરસાદના કારણે પાણી ભરાઇ ગયા, અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં પોશ એરિયામાં પણ કેડ સમા પાણી ભરાઇ જતાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
અમદાવાદમાં ઈસનપુર, મણીનગર, ઘોડાસર, ધોડાસરથી નારોલ સુધીના સર્વિસ રોડ જળમગ્ન થઇ ગયા છે.અનેક ઠેકાણે વાહનો ડુબવાનું શરૂ થયું છે. અમદાવાદમાં ત્રીજો વરસાદનો રાઉન્ડ આફત રૂપ બન્યો છે. રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા છે.મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહનો અટવાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં વરસાદ
રાજ્યના પાંચ તાલુકાઓમાં 10થી 22 ઈંચ વરસાદ
રાજ્યના 5 તાલુકાઓમાં બેથી ત્રણ ઈંચ વરસાદ
ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઈંચ વરસાદ
વેરાવળમાં ખાબક્યો 20 ઈંચ વરસાદ
તલાલામાં વરસ્યો 15 ઈંચ વરસાદ
રાજકોટના ધોરાજીમાં ખાબક્યો 15 ઈંચ વરસાદ
કોડીનારમાં નવ ઈંચ વરસાદ
રાજકોટના જામકંડોરણામાં સાત ઈંચ વરસાદ
રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચ વરસાદ
જૂનાગઢના મેંદરડા અને માળીયાહાટીનામાં સવા ચાર ઈંચ વરસાદ
વલસાડના વાપીમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં પેટલાદમાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કેશોદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં દસાડામાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વડાલીમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વિસાવદર, માણાવદરમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડભોઈમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સંખેડામાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ઈડરમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કડાણામાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બાલાસિનોરમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં આણંદમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગઢડામાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ધોળકામાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મુળીમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જેતપુરમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં સવા ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં સવા ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બોરસદમાં સવા ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં સવા ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં માંડલમાં સવા ઈંચ વરસાદ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)