Ahmedabad: ઠક્કરબાપા નગર વિસ્તારની શાળામાંથી ગુમ બાળક જાણો ક્યાંથી મળી આવ્યો
અમદાવાદની ઠક્કરબાપા નગર વિસ્તારની શાળામાંથી ગુમ થયેલ બાળક કાલુપુર સ્ટેશન પરથી મળી આવ્યો છે. બાળકનો દાવો છે કે એક ભિક્ષુકે ઈશારો કરી તેને સ્કુલમાંથી બહાર બોલાવ્યો હતો.
અમદાવાદ: અમદાવાદની ઠક્કરબાપા નગર વિસ્તારની શાળામાંથી ગુમ થયેલ બાળક કાલુપુર સ્ટેશન પરથી મળી આવ્યો છે. બાળકનો દાવો છે કે એક ભિક્ષુકે ઈશારો કરી તેને સ્કુલમાંથી બહાર બોલાવ્યો હતો. જે બાદ ભિક્ષુક તેને કૃષ્ણ નગર AMTS બસ સ્ટેન્ડ લઈ ગયો હતો. ત્યાંથી તેને કાલુપુર રેલવે સ્ટેશન લઈ ગયો. પણ બાળકના દાવાને પોલીસે ફગાવ્યા છે. પોલીસનો દાવો છે કે CCTVમાં બાળક એકલો જ જોવા મળે છે.
બાળક સ્કૂલેથી ગોપાલ ચોક ગયો હતો અને ત્યાંથી AMTSમાં બેસી કૃષ્ણનગર ગયો હતો. પોલીસે જાહેર કરેલા સીસીટીવી ફૂટેજમાં પણ બાળક એકલો જતો હોવાના દ્રશ્યો કેદ થયા છે. બાળક જ્યારે ગૂમ થયો હતો ત્યારે સ્કૂલ યુનિફોર્મમાં હતો. પંરતુ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો ત્યારે નાઈટ ડ્રેસમાં હતો.
બાળકની સતત શોધખોળ ચાલી રહી હતી, ત્યારે 40 કલાક બાદ બાળક કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો છે. હાલ તેને પરિવારને સોંપી તે કયાં કારણોસર ભાગ્યો હતો, તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્કૂલમાં લગાવેલા બે સીસીટીવી કેમેરામાં વિદ્યાર્થી સ્કૂલની બહાર જતો જોવા મળે છે, જેમાં પ્રથમ કેમેરામાં વિદ્યાર્થી સ્કૂલના એક બાકડા પર એકલો બેઠો છે, જેની થોડે દૂર અન્ય સ્કૂલનાં બાળકો પણ રમતાં નજરે પડે છે. તે સ્કૂલમાંથી ભાગવા માટે પોતાની નજર આજુબાજુમાં ફેરવતો પણ જોવા મળે છે. એ બાદ તેની બાજુમાંથી એક વ્યક્તિ બહાર જતી જોવા મળે છે. ત્યાર બાદ વિદ્યાર્થી ઊભો થઈને બન્ને બાજુ જુએ છે અને કોઈનું ધ્યાન ન હોવાથી દોટ મૂકી બહાર જતો જોવા મળે છે.
Nasal Vaccine: ભારતની પહેલી નેજલ વેક્સીન 26 જાન્યુઆરીએ થશે લૉન્ચ
દેશમાં જ બનેલી પહેલી ઇન્સ્ટ્રાનેજલ કૉવિડ-19 વેક્સીન ‘ઇનકૉવૈક’ને 26 જાન્યુઆરીએ લોકોને આપવાની શરૂઆત કરવામાં આવશે. કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક કૃષ્ણા એલાએ આ જાણકારી આપી. આને સ્વદેશી ભારત બાયૉટેકે બનાવી છે. ચીનમાં વધતા કોરોનાના કેર વચ્ચે ભારત સરકાર તરફથી ગયા વર્ષે 23 ડિસેમ્બરે આ વેક્સીનને મંજૂરી આપવામાં આવી હતી.
ભોપાલમાં આયોજિત ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ (IISF)માં સ્ટુડન્ડ્સની સાથે વાતચીત દરમિયાન કૃષ્ણા એલાએ બતાવ્યુ કે, નેજલ વેક્સીન અધિકારિક રીતે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર લૉન્ચ કરવામાં આવશે. ભારત બાયૉટેક તરફથી ગયા વર્ષે ડિસેમ્બરમાં એલાન કરવામાં આવ્યુ હતુ કે, આની કિંમત 25 રૂપિયા પ્રતિ ડૉઝ હશે. વળી, પ્રાઇવેટ વેક્સીન સેન્ટર માટે આની કિંમત 800 રૂપિયા પ્રતિ ડૉઝ હશે.
તાજેતરમાં જ આને લઇને બીજી એક વાત સામે આવી હતી કે નેજલ વેક્સીન તે લોકોને નહીં લગાવવામાં આવે, જેઓ પહેલાથી બૂસ્ટર ડૉઝ લઇ ચૂક્યા છે. આ જાણકારી દેશના વેક્સીન ટાસ્ક ફૉર્સના પ્રમુખ ડૉ.એનકે અરોડાએ આપી હતી. આ એ લોકો માટે છે જેમને હજુ સાવચેતી માટેનો આ ડૉઝ નથી લીધો.
અસરદાર છે નેજલ વેક્સીન -
ભારત બાયૉટેકની આ નેઝલ વેક્સીનનું નામ iNCOVACC છે. આ વેક્સીનને ભારત બાયૉટેક અને અમેરિકાની વૉશિંગટન યૂનિવર્સિટીએ ભેગા મળીને બનાવી છે, આ ત્રણ ફેઝના ટ્રાયલમાં અસરદાર સાબિત થઇ છે. આનાથા પહેલા ભારતના ઔષધિ મહાનિયંત્રક DCGI એ ભારત બાયૉટેકની ઇન્ટ્રા નેઝલ કૉવિડ વેક્સીન (Intranasal Covid vaccine) ને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી હતી.