શોધખોળ કરો
Advertisement
અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો કહેરઃ આજે પાંચ નવા કેસ આવ્યા સામે, જાણો વિગત
આજે સાણંદમાં બે, દસ્ક્રોઈ માં બે અને ધંધુકામાં એક નવો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આમ, અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 155 પર પહોંચી છે.
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આજે નવા પાંચ કેસ નોંધાયા છે. આજે સાણંદમાં બે, દસ્ક્રોઈ માં બે અને ધંધુકામાં એક નવો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આમ, અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 155 પર પહોંચી છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના 9724 કેસો નોંધાયા છે, જેમાંથી 3658 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 645 લોકોનું કોરોનાને કારણે મોત થયું છે. હાલ, અમદાવાદમાં 5421 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 13,273 નોંધાયા છે. જેમાંથી 5880 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે રાજ્યમાં કુલ 802 લોકોના કોરોનાથી મોત થયા છે. તેમજ હાલ, 6591 લોકો સારવાર હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion