શોધખોળ કરો
Advertisement
Coronavirus: પંચમહાલમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, રાજ્યમાં અત્યાર સુધી કુલ 87 કેસ
ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 85એ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 13 કેસ નોંધાયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 87 પર પહોંચી ગઈ છે. પંચમહાલ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ પંચમહાલ જિલ્લો ગુજરાતનો 11મો કોરોનાગ્રસ્ત જિલ્લો બન્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 13 કેસ નોંધાયા છે.
આજે અમદાવાદમાં 8, પોરબંદરમાં 2 અને સુરતમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1 મળી કુલ 13 પોઝિટિવ કેસ નોંધાયા. અમદાવાદ શહેરમાં આઠ નવા કેસ નોંધાતા પોઝિટવ કેસનો આંક 31 પર પહોંચ્યો છે. જ્યારે ગાંધીનગરમાં 11, રાજકોટમાં 10, સુરતમાં 12, વડોદરામાં 9, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2, મહેસાણામાં 1, પોરબંદરમાં 3 અને કચ્છમાં 1 અને પંચમહાલમાં 1 પોઝિટવ કેસ મળી કુલ 87 કેસ નોંધાઈ ચૂક્યા છે.
પોરબંદરમાં બે નવા કેસ આવતાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા ત્રણ થઇ છે. પોરબંદરમાં પ્રથમ પોઝિટિવ દર્દી નોંધાયો હતો, તેની જ દીકરીને કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત 42 વર્ષય વ્યક્તિ દુબઇથી આવી હતી, તેને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. પોરબંદરમાં વધુ બે કેસ સામે આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
સુરતની વાત કરીએ તો બમરોલી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ યુવક ડી માર્ટમાં કામ કરતો હતો. આ કેસ સાથે સુરતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 11 ઉપર પહોંચી છે. સુરતમાં કોરોના માટેના 118 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 6 ના રિપોર્ટ પેન્ડિંગ છે. 14 દર્દી શંકાસ્પદ નોંધાયા છે.
નોંધનીય છે કે, આજે અમદાવાદમાં કોરોના વાયરસના 8 નવા કેસ સામે આવ્યા છે. ગઈ કાલે સવારે અમદાવાદમાં બે કેસ પોઝિટિવ નોંધાયા હતા. બાદમાં સુરતમાં એક 28 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 82 એ પહોંચી હતી.
અમદાવાદમાં બે નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 31 થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 85એ પહોંચી ગઈ છે. અમદાવાદમાં 31 કેસ આવતા તેને કોરોનાનું હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 6 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે.
ગુજરાતમાં કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યારે ગુજરાત માટે હજુ એક અઠવાડિયા સુધીનો સમયગાળો કપરો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું છે કે, રાજ્યમાં હજુ 5 એપ્રિલ સુધી કોરોનાવાયરસના કેસ વધવાની પૂરી સંભાવના છે. જો કે મહત્વનું તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે, ગુજરાતીઓએ લોકડાઉનનો વ્યવસ્થિત અમલ કરવાની ખાસ જરૂર છે. બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાનું રાખો કેમ કે હાલમાં ઈન્ક્યુબેશન પીરિયડ ચાલુ હોવાથી કેસ વધવાની પૂરી શક્યતા છે.
ગુજરાતમાં મોટા ભાગના કોરોનાવાયરસના ચેપના કેસોમાં રીપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે એ સારી વાત છે એમ તેમણે ઉમેર્યું. આ ઉપરાંત ગુજરાતમાં વેન્ટિલેટર પર હોય તેવા કેસોની સંખ્યા પણ બહુ નથી તેથી ગુજરાતમાં સ્થિતી ગંભીર નથી પણ લોકો લોકડાઉનનો કડક અમલ કરે તો સ્થિતીને ગંભીર બનતી રોકી શકાય છે તેમ તેમણે ઉમેર્યું. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં સારવાર હેઠળ હતા તેમાંથી પાંચ લોકો સંપૂર્ણપણે સાજા થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement