સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસો આવી રહ્યા છે અને હવે સુરતમાં કોરોનાના એક્ટિવ કેસો 2 હજારને પાર થઈ ગયા છે. એટલું જ નહીં, સુરતવાસીઓને ચિંતા એટલા માટે પણ કરવાની જરૂર છે, કેમકે સુરતમાં જે પ્રમાણે કેસો વધી રહ્યા છે, તેની સામે રિકવર થવાનું પ્રમાણ ઓછું છે. અમદાવાદમાં કોરોનાના કેસો સૌથી વધુ છે, પરંતુ અમદાવાદ માટે ચિંતા ઘટી રહી છે. તેનું કારણ છે કે, અમદાવાદમાં એક તરફ કોરોનાના કેસો તો ઘટી રહ્યા છે, તેની સાથે સાથે રિકવરી રેટ સારો છે. જેને કારણે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. ગઈ કાલની જ વાત કરીએ તો સુરતમાં 241 કેસ નોંધાયા હતા. જેની સામે 86 લોકોએ જ કોરોનાને મ્હાત આપી હતી. નીચે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત જિલ્લામાં નોંધાયેલા કેસ અને તેની સામે ડિસ્ચાર્જ થયેલા કેસની વિગતો આપી છે. જે જોઇને અંદાજ આવી જશે. છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં કુલ 1579 કેસ નોંધાયા છે. તેની સામે 864 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
| સુરતમાં કોરોનાની સ્થિતિ | | |
| તારીખ | કેસ | ડિસ્ચાર્જ |
| 06-07-2020 | 241 | 86 |
| 05-07-2020 | 254 | 106 |
| 04-07-2020 | 253 | 109 |
| 03-07-2020 | 204 | 72 |
| 02-07-2020 | 227 | 205 |
| 01-07-2020 | 201 | 129 |
| 30-06-2020 | 199 | 157 |
| કુલ | 1579 | 864 |
| અમદાવાદમાં કોરોનાની સ્થિતિ | | |
| 06-07-2020 | 182 | 240 |
| 05-07-2020 | 177 | 216 |
| 04-07-2020 | 172 | 228 |
| 03-07-2020 | 204 | 131 |
| 02-07-2020 | 211 | 161 |
| 01-07-2020 | 215 | 125 |
| 30-06-2020 | 197 | 137 |
| કુલ | 1358 | 1238 |