Gandhinagar: આ તારીખે નહીં મળે દૂધ, માલધારી સમાજે કરી દૂધ હડતાલની જાહેરાત
ગાંધીનગર: રખડતા ઢોરને લઈને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેની સામે માલદારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાત સરકારે રખડતા ઢોર માટે જે કાયદો બનાવ્યો હતો જેનો પણ વિરોધ થઈ રહ્યો છે.
ગાંધીનગર: રખડતા ઢોરને લઈને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેની સામે માલદારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાત સરકારે રખડતા ઢોર માટે જે કાયદો બનાવ્યો હતો તેને લઈને પણ માલધારી સમાજ વિરોધ કરી રહ્યો છે. આ મામલે ગઈ કાલે માલધારી સમાજ દ્વારા એક મોટી જાહેર સભા પણ યોજવામાં આવી હતી. હવે માલધારી સમાજે પોતાના પ્રશ્નોને લઈને દૂધ હડતાલનું એલાન કર્યું છે. વિધાનસભા સત્રના દિવસે 21મીએ માલધારીઓ દૂધ હડતાલ કરશે. 21મીએ માલધારીઓ દૂધ નહિ વેચે.
માલધારી વેદના મહાસંમેલનમાં હજારો લોકો ઉમટી પડ્યા
આજે અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી વેદના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા છે. સાથે જ માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભૂવાઓ, 17 કરતાં પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ આ સભામાં ભાગ લીધો હતો.
સમાજના પ્રવકતા નાગજીભાઈ દેસાઈએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું, કે ગુજરાત સરકાર ઢોર અંકુશ નિયંત્રણ કાયદો જે વર્ષ 2022માં લાવી છે તે કાયદો સરકારી પડતર જમીન અંગે ગૌચરો તળાવો તેમના માનિતા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું બિલ છે. પ્રજાજનોને ગુજરાત સરકાર ગુમરાહ કરી રહી છે કે ઢોર રસ્તા ઉપર આવતા પશુઓથી અકસ્માત થાય છે તે અંગેનો ઢોર અંકુશ નિયંત્રણ ભીલ છે જે ખરેખર તો ખુદ માલધારી સમાજ વારંવાર રજૂઆત કરે છે કે રોડ રસ્તા ઉપર પશુઓથી નિર્દોષ લોકોના અકસ્માત થાય છે તે વ્યાજબી નથી.
કોર્પોરેશન વાળા કે ઢોર પકડવાની કામગીરી યોગ્ય છે પરંતુ સરકાર બે ધારી નીતિ રાખીને એક બાજુ માલધારીઓને પશુઓ વગર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, બીજી બાજુ નિર્દોષ રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. સાથે સાથે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા ગાયો ડબ્બામાં પૂરવામાં આવ્યા છે તે ગાયો નીતિ નિયમ મુજબ દંડ લઈને છોડવામાં આવતી નથી.
આ પણ વાંચો....