PM Modi Gujarat Visit: PM મોદી માર્ચમાં આવશે ગુજરાત પ્રવાસે, જાણો વિગત
પીએમ મોદી ભારત-ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટમાં હાજરી આપી શકે છે.
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી શકે છે. પીએમ મોદી માર્ચ મહિનામાં ગુજરાત પ્રવાસે આવી શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમાં તેઓ હાજર રહી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિક્યુરિટી પ્રોટોકોલની વ્યસ્વ્સ્થા અને રિકવેસ્ટ કરવામાં આવી છે, તે પ્રમાણે એવો અંદાજ લગાવવામાં આવે છે ઓસ્ટ્રેલિયન PM મેચના ટોસ પહેલાં સવારે 8:45 વાગે ગ્રાઉન્ડ પર હાજર હશે. તેમજ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેચમાં હાજરી આપે તેની પ્રબળ સંભાવના છે. જો પીએમ મોદી અમદાવાદ આવશે તો માતા હીરાબાના નિધન બાદ તેઓ પ્રથમ વખત આવશે.
અમદાવાદમાં પ્રથમ વખત રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ
અમદાવાદ ખાતે ભારતીય ટીમ 1983થી લઈને અત્યારસુધીમાં કુલ 14 ટેસ્ટ રમી છે. જેમાંથી ભારતે 6 ટેસ્ટ જીતી છે, 2 ગુમાવી છે તો 6 ડ્રો રહી છે. અમદાવાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્યારેય ટેસ્ટ રમાઈ નથી. અહીં બંને દેશ પહેલીવાર ટકરાશે.
સુરતમાં તમામ ખાનગી લકઝરી બસ વાલક પાટિયાથી ઉપડશે
સુરતમાં આજથી એક પણ ખાનગી લક્ઝરી બસ પ્રવેશ કરશે નહીં. તમામ ખાનગી લક્ઝરી બસ સુરત શહેરની બહાર વાલક પાટિયાથી જ ઉપડશે અને ખાલી પણ ત્યાં જ થશે. આ નિર્ણય ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીના વિરોધ બાદ લક્ઝરી બસના માલિકોએ લીધો છે. જેને લઈ સુરતથી આવ-જાવ કરતાં મુસાફરોને 10થી 20 કિમી સુધી ફરીને જવું પડશે. આ પહેલા કુમાર કાનાણીએ પત્ર લખી પોલીસને રજૂઆત કરી હતી કે, સુરતમાં લક્ઝરી બસ સહિતના ભારે વાહનો પ્રવેશતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. ત્યારબાદ લક્ઝરી બસના 150થી વધુ માલિકોએ બેઠક કરી નિર્ણય કર્યો હતો કે, આજથી તમામ બસ સુરત શહેરની બહારથી જ ઉપડશે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ શું કહ્યું
આજે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું કે, લક્ઝરી બસના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે. લક્ઝરી બસ સંચાલકો શું ગોટાળા કરે છે તે મને બધી ખબર છે. હજી તો ટ્રાફિક DCPને પત્ર લખ્યો છે, હવે RTOને પત્ર લખીશ. બસ એસોસિયેશનનો ઈરાદો છે લોકોને હેરાન કરવું. બસ સંચાલકોનો આ નિર્ણય ગેરવ્યાજબી છે. ટ્રાફિકની સમસ્યા થી છુટકારો મળે એનું ધ્યાન રાખવું જોઈએ. લોકોને અપીલ કરું છું કે બસના સમય પહેલા તૈયાર રહે. લોકો હેરાન થઈ રહ્યા છે એ માટે તંત્ર સાથે મળી બી આર ટી એસ શરૂ કરવા સૂચના આપી. છે. બસ સંચાલકોએ મુસાફરોને વાલક પાટિયા ઊતારવા માટે 200 રૂપિયાનો ઘટાડો કરવો જોઈએ. લોકોની સામે દાદાગીરી કરવા માટે આ બસ ચાલકોની આડોડાઈ છે, મેં માત્ર લોકોની માંગણી, લોકોના પ્રશ્ન પોલીસને પહોંચાડ્યો હતો. ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે એજ આશય છે.