PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે, 5400 કરોડના વિકાસકાર્યની રાજ્યને આપશે ભેટ
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી આજે 4 વાગ્યે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ રોડ શોનું આયોજન છે. જાણીએ અન્ય શું છે કાર્યક્રમ, પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન 5400 કરોડના વિકાસકાર્યની રાજ્યને ભેટ આપશે

PM Modi Gujarat Visit: પીએમ મોદી વિરમગામ-ખુદાદ-રામપુરા રોડના પહોળાકરણનું ઉદ્ઘાટન કરશે. તેઓ અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર છ-લેન વાહન અંડરપાસ અને અમદાવાદ-વિરમગામ રોડ પર રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ માટે શિલાન્યાસ પણ કરશે. સરકારની આ પહેલો પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરશે અને આર્થિક તકોમાં વધારો કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી અમદાવાદમાં 5,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. તેઓ સોમવારે સાંજે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 26 ઓગસ્ટના રોજ સવારે લગભગ 10.30 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે અને 100 દેશોમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનોના નિકાસને લીલી ઝંડી આપશે. વિશ્વ કક્ષાના માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી મોદી 1,400 કરોડ રૂપિયાથી વધુના અનેક રેલ્વે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આમાં 530 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 65 કિમી મહેસાણા-પાલનપુર રેલ લાઇનનું ડબલિંગ, 860 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 37 કિમી કલોલ-કડી-કટોસન રોડ રેલ લાઇન અને 40 કિમી બેચરાજી-રણુજ રેલ લાઇનનું ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે.
રોડ, પુલ અને વીજળી પ્રોજેક્ટ્સ
પીએમ મોદી વિરમગામ-ખુદાદ-રામપુરા રોડના પહોળાકરણનું ઉદ્ઘાટન કરશે. તેઓ અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર છ-લેન વાહન અંડરપાસ અને અમદાવાદ-વિરમગામ રોડ પર રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ માટે શિલાન્યાસ પણ કરશે. સરકારની આ પહેલો પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરશે અને આર્થિક તકોમાં વધારો કરશે. રાજ્યમાં વીજળી ક્ષેત્રને મોટો વેગ આપતા, પી.એ. મોદી ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) હેઠળ અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં પાવર વિતરણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
ઝડપટ્ટી વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન ઘટક હેઠળ રામાપીર ને ટેકરોના સેક્ટર-3 માં સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ અમદાવાદની આસપાસ સરદાર પટેલ રિંગ રોડ પર ટ્રાફિકને સરળ બનાવવા અને કનેક્ટિવિટી સુધારવા માટે હાથ ધરવામાં આવી રહેલા મુખ્ય રોડ પહોળાકરણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. તેઓ પાણી અને ગટર વ્યવસ્થાપન પ્રણાલીઓને મજબૂત બનાવવા માટે મુખ્ય શહેરી માળખાગત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે.
ભારત બેટરી ઉત્પાદન માટેનું કેન્દ્ર બનશે
પ્રધાનમંત્રી TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત સાથે ભારતના બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું ઉદ્ઘાટન પણ કરશે, જે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ એક મોટું પગલું ભરશે. તોશિબા, ડેન્સો અને સુઝુકીના સંયુક્ત સાહસ, આ પ્લાન્ટ સ્થાનિક ઉત્પાદન અને સ્વચ્છ ઉર્જા નવીનતાને પ્રોત્સાહન આપશે. આ સાથે, એંસી ટકાથી વધુ બેટરીઓ હવે ભારતમાં જ બનાવવામાં આવશે.





















