AC Helmet for Police: કાળઝાળ ગરમીમાં ડ્યૂટી કરતા પોલીસકર્મીઓના આવશે અચ્છે દિન, અમદાવાદમાં એસી હેલ્મેટનો શરૂ થયો પ્રાયોગિક ધોરણે અમલ
પ્રાયોગિક ધોરણે ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં એસી હેલ્મેટ ટ્રાફિક જવાનોને આપવામાં આપવામાં અવ્યા છે. અમદાવાદમાં પૂર્વ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ત્રણ પોઇન્ટ પર એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે.
AC Helmet for Ahmedabad Police: કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે એસી હેલ્મેટ માટે વિભાગ દ્વારા નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, હેલ્મેટને પાવર કરવા માટે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પોલીસ કર્મચારીઓને ધૂળ, સૂર્યપ્રકાશ અને પ્રદૂષણથી પણ બચાવશે. આ પ્રયોગના કારણે તાજેતરમાં અમદાવાદમાં ફરજ પરના કેટલાક પોલીસકર્મીઓ એસી હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા.
પ્રાયોગિક ધોરણે ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં એસી હેલ્મેટ ટ્રાફિક જવાનોને આપવામાં આપવામાં અવ્યા છે. અમદાવાદમાં પૂર્વ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ત્રણ પોઇન્ટ પર ત્રણ ટ્રાફિક જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે આ હેલ્મેટની ખાસિયત એ છે કે હેલ્મેટ એસી જેવું કામ કરે છ, જે ગરમીની મોસમમાં ઉપરાંત જ્યારે તડકો વધારે હોય અથવા તો ગરમી વધારે હોય ત્યારે ટ્રાફિક જવાનો માટે ચાર રસ્તા પર ટ્રાફિકના સમયે ટ્રાફિક નિયમન દરમિયાન ઉપયોગી સાબિત થઈ શકે છે. આ એસી હેલ્મેટ ટ્રાફિક પોલીસ કર્મીઓને ઠંડક આપશે જેથી તેમની ફરજ દરમિયાન કામગીરી કરવી પણ સરળ રહેશે.
અમદાવાદમાં પીરાણા ચાર રસ્તા, ઠક્કરબાપાનગર ચાર રસ્તા અને નરોડા ગેલેક્સી ચાર રસ્તા પરના પોઇન્ટ ઉપર 3 એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. ટ્રાફિક જવાનોના અનુભવ પ્રમાણે તેમાં શું સુધારો - વધારો કરી શકાય તેના અભિપ્રાય લેવામાં આવશે. હેલ્મેટની વાત કરવામાં આવે તો હેલ્મેટની ઉપર આગળના ભાગે અંદરથી પોઇન્ટ આપવામાં આવ્યા છે જ્યાંથી ઠંડી હવા આવે છે. આ હેલ્મેટ બેટરી પર કામ કરે છે બેટરીને ટ્રાફિક પોલીસના કમરે બેલ્ટની મદદથી લગાવવામાં આવે છે અને એ કેબલ મારફતે હેલ્મેટ બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે છે. ટ્રાફિક જવાનો પણ આ નવતર પ્રયોગને આવકારી રહ્યા છે.
શિયાળો અને વરસાદની વ્યવસ્થા, પણ તડકો માટે કંઈ નહીં
સામાન્ય રીતે ટ્રાફિક પોલીસકર્મીઓને વરસાદમાં રેઈનકોટ અને શિયાળામાં જેકેટ આપવામાં આવે છે, પરંતુ ઉનાળામાં પોલીસકર્મીઓને આકરા તડકામાં રસ્તા પર ફરજ બજાવવાની હોય છે. શહેરમાં અત્યારે ભલે વરસાદી સિઝન ચાલી રહી હોય, પરંતુ જ્યારે વરસાદ પડતો નથી ત્યારે શહેરમાં બપોરના સમયે ભારે ગરમી પડે છે. આ રીતે આ નવા પ્રયોગથી પોલીસ કર્મચારીઓ આકરી ગરમીમાં પણ વધુ સારી સ્થિતિમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.
પૂર્ણ ચાર્જ પર ઘણા કલાકો સુધી કામ કરે છે હેલ્મેટ
દેખાવમાં, આ હેલ્મેટની ડિઝાઇન સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા હેલ્મેટ જેવી જ છે, પરંતુ તેની અંદર એક પંખો છે જે ACની જેમ ઠંડી હવા આપે છે. એકવાર હેલ્મેટ ચાર્જ થઈ જાય પછી તેનો ઉપયોગ કેટલાક કલાકો સુધી કરી શકાય છે. બેટરી અને હેલ્મેટ એક વાયર દ્વારા જોડાયેલા હોય છે, જેને આ હેલ્મેટનો ઉપયોગ કરનાર વ્યક્તિની કમરની આસપાસ બાંધવાની હોય છે. જોકે, આ પ્રયોગ હજુ પ્રારંભિક તબક્કામાં છે. પોલીસ કર્મચારીઓ માટે તે કેટલું ઉપયોગી થશે, તેની માહિતી પૂર્ણ થયા બાદ જ ખબર પડશે.