Ahmedabad Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાત્રિના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાત્રિના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. સાંજના સમયને શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
શહેરના એરપોર્ટથી સરદાર પટેલ રિંગ રોડ પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સરદાર પટેલ રિંગ રોડથી એસજી હાઇવે વચ્ચે પણ સામાન્ય વરસાદી ઝાપટુ પડ્યું છે. એસજી હાઇવે પર પણ હાલ ધીમીધારે વરસાદ ચાલુ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હતી.
11 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા ,અરવલ્લી ,પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર, હવેલી ,જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
12 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
13 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
14 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત ,નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.
15 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર ,હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં આગાહી કરાઈ છે.
16 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે.