કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાં મલ્લિકાર્જૂન ખડગે બોલ્યા- 'RSS ની વિચારધારાની વિરુદ્ધ હતા સરદાર પટેલ'
ગુજરાતના અમદાવાદમાં કૉંગ્રેસના અધિવેશનની શરુઆત થઈ ગઈ છે. આ અધિવેશન બે દિવસ સુધી ચાલશે. આજે કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક યોજાઈ હતી.

અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં કૉંગ્રેસના અધિવેશનની શરુઆત થઈ ગઈ છે. આ અધિવેશન બે દિવસ સુધી ચાલશે. આજે કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. મંગળવારે પ્રથમ દિવસે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે છેલ્લા ઘણા સમયથી ઘણા રાષ્ટ્રીય નાયકો વિરુદ્ધ સુનિયોજિત ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. તેમણે અહીં પાર્ટીની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં એમ પણ કહ્યું હતું કે સરદાર પટેલની વિચારધારા આરએસએસના વિચારોની વિરુદ્ધ હતી અને તે હાસ્યાસ્પદ છે કે આજે આ સંગઠનના લોકો સરદાર પટેલના વારસાનો દાવો કરી રહ્યા છે.
सरदार वल्लभ भाई पटेल राष्ट्रीय स्मारक, गुजरात में हो रही कांग्रेस कार्यसमिति की बैठक में मेरे शुरूआती वक्तव्य के अंश -
— Mallikarjun Kharge (@kharge) April 8, 2025
यह साल महात्मा गांधी जी के कांग्रेस अध्यक्ष बनने की शताब्दी है।
दिसंबर 1924 में राष्ट्रपिता महात्मा गांधी जी मेरे गृह राज्य कर्नाटक के बेलंगाव कांग्रेस… pic.twitter.com/FyCvvS5tlZ
દેશના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છેઃ ખડગે
ખડગેએ એવો પણ દાવો કર્યો હતો કે આજે સાંપ્રદાયિક વિભાજન દ્વારા દેશના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે અને સામંતશાહી એકાધિકાર સંસાધનોને કબજે કરીને શાસનને નિયંત્રિત કરવાના માર્ગ પર છે. સંગઠનની મજબૂતી પર ભાર મુકતા તેમણે કહ્યું કે વિચારધારાને આગળ લઈ જવી જરૂરી છે. કાર્યકારી સમિતિની બેઠકનું આયોજન અહીં 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક' ખાતે કરવામાં આવ્યું હતું.
પાર્ટી સંમેલનના એક દિવસ પહેલા તેમણે કહ્યું, "આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસના અધ્યક્ષ બનવાની શતાબ્દી છે. ડિસેમ્બર 1924માં મારા ગૃહ રાજ્ય કર્ણાટકમાં બેલાગવી કોંગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અધ્યક્ષ બન્યા હતા. અમે 26 ડિસેમ્બરે કર્ણાટકમાં આ શતાબ્દીની ઉજવણી કરી હતી." તેમણે ઉલ્લેખ કર્યો કે ગુજરાતની ધરતી પર જન્મેલા ત્રણ મહાન વ્યક્તિત્વ - દાદા ભાઈ નૌરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા.
કોંગ્રેસ પટેલની 150મી જન્મજયંતિ ઉજવશે
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, "આ વર્ષે 31 ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે. જવાહરલાલ નહેરુ તેમને "ભારતની એકતાના સ્થાપક" તરીકે ઓળખાવતા હતા. અમે તેમની 150મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવીશું." તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા ઘણા સમયથી અનેક રાષ્ટ્રીય નાયકો સામે સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે. ખડગેએ કહ્યું કે, દેશમાં 140 વર્ષ સુધી સેવા અને સંઘર્ષનો ગૌરવશાળી ઈતિહાસ ધરાવતી કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે.





















