શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચૂંટણી નિરીક્ષક સાહુની હાજરીમાં જ કોંગ્રેસના સિનિયર નેતાઓ વચ્ચે વાકયુદ્ધ, જાણો કયા મુદ્દે થઈ બબાલ?
'કોંગ્રેસે સારી સિસ્ટમ બનાવી છે, પરંતુ કેટલાક નેતાઓ સિસ્ટમમાં કામ નથી કરતા. કેટલાક નેતાઓ ઘરે બેસીને પેરેલલ પોતાની સિસ્ટમ ચલાવે છે.'
અમદાવાદઃ ચૂંટણી પ્રભારી તામ્રધ્વજ સાહુની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ થયું હતું. કોંગ્રેસના સિનિયર નેતાઓ વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું. બેઠકમાં સિદ્ધાર્થ પટેલે કરેલી ટીપ્પણીથી વાકયુદ્ધ થયું હતું. કોંગ્રેસે સારી સિસ્ટમ બનાવી છે, પરંતુ કેટલાક નેતાઓ સિસ્ટમમાં કામ નથી કરતા તેમ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, કેટલાક નેતાઓ ઘરે બેસીને પેરેલલ પોતાની સિસ્ટમ ચલાવે છે. કોંગ્રેસના નેતાઓ પાર્ટી વિરૂદ્ધ સમયાંતરે પેનલ બનાવી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સિદ્ધાર્થ પટેલને જવાબ આપ્યો હતો. પોતાના સંબોધનમાં ચાવડાએ જવાબ આપ્યો હતો. નિરીક્ષકે આપેલી જ પેનલને ટિકીટ ફાળવણી કરાશે.
આ સમયે તામ્રધ્વજ સાહુએ ધારાસભ્યોને ટકોર કરી હતી કે, ધારાસભ્યોએ નવા લોકોને સ્થાન આપવું જોઇએ. ધારાસભ્ય એવું ન માને કે મજબુત નેતા આગળ આવશે તો તે કપાશે. ધારાસભ્ય કોઇ ડર ન અનુભવે. વિસ્તારમાં યુવા અને મજબુત કાર્યકર્તાને આગળ કરવા જોઇએ. સાહુના નિવેદન પર પ્રભારી રાજીવ સાતવે ધારાસભ્યોને ચિંતા ન કરવા કહ્યું હતું. બેઠક દરમિયાન સંબોધન સમયે નિવેદન આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion