(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદની બીજે મેડિકલ કોલેજના રેસિડન્ટ ડોક્ટર્સની હડતાળ યથાવત
અમદાવાદ બી.જે.મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરોની હડતાળ ચાલુ રહેશે. આજે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સાથે રેસીડેન્ટ ડોક્ટરોની બેઠક મળી હતી. પરંતુ બેઠકમાં કોઈ નિર્ણય નહીં લેવાતા બેઠક નિષ્ફળ રહી છે.
અમદાવાદ બી.જે.મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરોની હડતાળ ચાલુ રહેશે. આજે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સાથે રેસીડેન્ટ ડોક્ટરોની બેઠક મળી હતી. પરંતુ બેઠકમાં કોઈ નિર્ણય નહીં લેવાતા બેઠક નિષ્ફળ રહી છે. તેના કારણે રેસીડેન્ટ ડોકટરોની હડતાળ ચાલુ રહેશે. બી.જે. મેડિકલ કોલેજના એચઓડી કમલેશ ઉપાધ્યાય સામે રેસિડન્ટ તબીબોએ માનસિક ત્રાસની ફરિયાદ કરી છે. આ મામલે તબીબો અધિક મુખ્ય સચિવ આરોગ્ય મનોજ અગ્રવાલને રજુઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ તેમાં કોઈ સમાધાન થયું નહોતું. તેના પગલે નારાજ રેસિડેન્ટ ડોક્ટરોએ આજથી ઇમરજન્સી તેમજ કોવિડ ડ્યુટી બંધ કરી દીધી છે.
ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય રેસિડન્ટ ડૉક્ટર પર અત્યાચાર કરતાં હોવાનો આરોપ છે. રેસિડન્ટ ડૉક્ટર્સ ડૉ. કમલેશ ઉપાધ્યાય સામે વિરોધ કરી રહ્યા છે. તમામ રેસિડન્ટ ડૉક્ટર્સ ઈમરજન્સી તથા કોવિડ ડ્યૂટીથી અગળા રહીને વિરોધ કરી રહ્યા છે.
રાજકોટ કટકીકાંડઃ ફરી એકવાર રાજકોટ પોલીસ કમિશનરને DGનું તેડું
આજે ફરી એક વખત મનોજ અગ્રવાલને DG વિકાસ સહાયએ પુછપરછ માટે બોલાવ્યા છે. હાલ વિકાસ સહાય , એસપી દુધાત અને પીઆઈ મહાવીર બારડની કમીટી દ્વારા નિવેદન લેવાનું ચાલુ છે. સતત બીજી વખત કરાઈમાં મનોજ અગ્રવાલની પુછપરછ ચાલુ થઈ છે.
રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડના મામલે જબરો વળાંક આવ્યો છે. તપાસનીશ DGP વિકાસ સહાય સમક્ષ ફરિયાદી સખીયા બંધુએ પુરાવા કર્યા રજૂ.. પુરાવા રૂપે ચોંકાવનારી 2 વિડીયો કલીપ કરી રજૂ. ફરિયાદીને 3 ફેબ્રુઆરી, 2022ના દિવનપરા ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવી 4.5 લાખ પોલીસે પરત કર્યા હોવાની વિડીયો ક્લિપનો આપ્યો પુરાવો. ક્રાઇમ બ્રાન્ચ PSI એમ.એમ.ઝાલા અને રાઇટર મહેશ મંડ દ્વારા અપાયાનો કર્યો ધડાકો. પરત આપેલા રૂપિયાની પોલીસે પાવતી આપવી પડે તે પણ આપી ન હોવાનું પણ નિવેદનમાં જણાવ્યું. તપાસનીશ DGP વિકાસ સહાયના રિપોર્ટ બાદ પોલીસ કમિશ્નર સામે કડક પગલાં લેવાય તેવી શકયતા.
વધારાનું નિવેદન પુરાવાઓ માટે લેવામાં આવ્યા. અગાઉ જવાબો હતા તે જ હતા વધુ પુરાવાઓ આપ્યા. મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું બે કલાક નિવેદન આપવામાં આવ્યા. વિડીયો પેનદ્રાઇવ માં પુરાવાઓ આપ્યા. સાડા ચાર લાખ રૂપિયા પાછા આપવામાં આવ્યા..જેના પુરાવાઓ રજૂ કર્યા. બદલીએ ગુજરાત સરકારનું પગલું. વિકાસ સહાય રિપોર્ટ રજૂ કરશે. હું હજી હોમમિનિસ્ટર અને મુખ્યમંત્રી મળવાનો છું. સરકારે જો એની ઇમેજ સુધારવી હોય તો મોટા અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ. ACB એ પણ તપાસ કરવી જોઈએ. સી.પી હેડ છે એમનો 50 કરોડનો બંગલો કઈ રીતે બન્યો.