Gandhinagar: જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો ક્યા જોઈ શકશો
ગાંધીનગર: રાજ્યના હજારો યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ગાંધીનગર: રાજ્યના હજારો યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 1181 જુનિયર ક્લાર્કનું ફાઇનલ લિસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે.
ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેબસાઈટ ઉપર મુકી દેવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે, આ પરીક્ષાના ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેબસાઈટ ઉપર મુકી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજ્યના હજારો ઉમેદવારોએ રિઝર્લ્ટ આવી જતા ખુશી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી.
નોધનિય છે કે, તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકટ લિસ્ટ આજરોજ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાનું પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કર્યું હતું.
તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકટ લિસ્ટ આજરોજ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) August 11, 2023
ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાણવા માટે નીચેની લિંક પરક્લિક કરો
તલાટીની પરીક્ષાનું પરિણામ જાણવા માટે નીચેની લિંક પરક્લિક કરો
પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી
પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલના રોજ યોજાયેલી જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ લેવામાં આવેલી તલાટી કમ મંત્રીનું પરિણામ 16 જૂને જાહેર કરાયું હતું. આ ઉપરાંત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા એક સાથે પરિણામ જાહેર કર્યું હતું. આ સાથે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એક યાદી પણ જાહેર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, તલાટીની પરીક્ષા પૂરી થતાં જ પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં તલાટી મંત્રીની પરીક્ષાનું રિઝલ્ટ આપવાની અમારી નેમ હતી. જે તેમણે આજે સાચી સાબિત થઈ.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial