Teesta Setalvad case: ભાજપના આક્ષેપ બાદ કોંગ્રેસ પ્રમુખનો પલટવાર, 2002ની યાદ 2022માં કેમ આવી?
Teesta Setalvad case: તિસ્તા સેતલવાડ કેસમાં ભાજપે અહેમદ પટેલ અને સોનિયા ગાંધીનું નામ લેતા હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વળતો પ્રહાર કર્યો છે.
Teesta Setalvad case: તિસ્તા સેતલવાડ કેસમાં ભાજપે અહેમદ પટેલ અને સોનિયા ગાંધીનું નામ લેતા હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વળતો પ્રહાર કર્યો છે. નોંધનિય છે કે, 2002ના ગુજરાત રમખાણો અને ત્યારપછીના રમખાણોની તપાસ કરી રહેલી SITની એફિડેવિટના આધારે ભાજપે ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
જેના જવાબમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખએ પણ ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે, આ દરમિયાન ભાજપના પ્રવક્તા સ્વર્ગસ્થ અહેમદ પટેલના નામ પર દબાણ કરી રહ્યા છે, જ્યારે હવે તેઓ આ દુનિયામાં જ નથી, આ ઉપરાંત સોનિયા ગાંધીનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. 2002ની ઘટનાનો ઉલ્લેખ ભાજપ 2022માં કરી રહ્યું છે, કારણે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી યોજાવાની હોવાથી SITની રચના કરવામાં આવી હતી. તેઓ કહેશે કે તેમની સીટ લેવા માટે એસઆઈટી બનાવવા માટે સમાન કામ કરવામાં આવશે.
ગુજરાતમાં ભારે વરસાદ થયો. જેના કારણે ઘણા વિસ્તારોમાં નુકશાન થયું છે. આ ઉપરાંત 68 લોકોના મોત પણ થયા છે. આ લોકોનીની મદદ કરવાને બદલે ભાજપ રાજનીતિ કરી રહ્યું છે. તે લોકોને વળતર નહીં આપે, પરંતુ આવી વાતો કરીને ધ્યાન ભટકાવશે. તેઓ જે સવાલો ઉઠાવશે તેના જવાબ આપીશું તેવું નિવેદન જગદીશ ઠાકોરે આપ્યું હતું.
ઠાકોરે કહ્યું કે, ભાજપના પ્રવકતા નાટકીય ચેહરાવાળી પ્રેસ વાર્તા કરી. કશું જ ન હોય છતાં જે બોલે છે તે સાચું છે તેવો પ્રેસમાં પ્રયાસ કર્યો. અમદાવાદ અને ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ છે. 68 લોકોના મૃત્યુ થયા છે, અસંખ્ય લોકો બેઘર થયા છે. આવી પરિસ્થિતિનો જવાબ અને ઉપાય કરવામાં બદલે ભાજપ રાજકીય વાતો કરે છે.
ભાજપ જ સત્તા પર રહેશે તેવું સાબિત કરવાનો પ્રયાસ કરે છે. રાજસ્થાનમાં અમારી સરકાર છે, ત્યારે સીએમના ભાઈના ઘરે રેડ પાડવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં સરકાર હતી ત્યારે તેના સબંધી ઉપર રેડ પાડવામાં આવી હતી. રાહુલ ગાંધીને સમન્સ આપીને કલાકો બેસાડી રાખવામાં આવે છે. જે ભાષણો અગાઉ કર્યા ત્યારે કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ફરીથી સત્તા મેળવવાના ભાગરૂપે કાવતરા અને ષડયંત્ર થઈ રહ્યા છે. ગુજરાતમાં ભાજપના પગ નીચેથી જમીન સરકી રહી છે. તત્કાલીન પ્રધાનમંત્રીએ હાલના વડાપ્રધાનને રાજધર્મ નિભાવવા કહ્યું હતું. ક્યો રાજધર્મ તત્કાલીન મુખ્યમંત્રી નિભાવવામાં ઉણા ઉતર્યા હતા તેનો જવાબ આપે. વિધાનસભાની ચૂંટણી છે એટલે વારંવાર આવા મુદ્દા આવશે અને જવાબ આપીશું અને ભાજપ સામે સવાલ પણ કરીશું.