Gandhinagar: રાજ્યની આ 5 યુનિવર્સિટીમાં થશે ભરતી, જાણો સરકારે શું કરી જાહેરાત
ગાંધીનગર: રાજ્યના બેરોજગાર યુવાનો માટે એક સારા સમાચાર આવ્યા છે. રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની ૨૧૯૭ જગ્યાઓ સત્વરે ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગર: રાજ્યના બેરોજગાર યુવાનો માટે એક સારા સમાચાર આવ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની ૨૧૯૭ જગ્યાઓ સત્વરે ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
તા. ૧૪/૦૯/૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે યોજાયેલ બેઠકમાં સત્વરે આ ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. આ બેઠકમાં ચાલુ વર્ષ દરમ્યાન યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ વિદ્યાશાખાના પોલીટેકનિક, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમો માં પ્રવેશની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યુ કે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ કેડરની શૈક્ષણિક સંવર્ગની ૮૫૩ અને બિન શૈક્ષણિક ૧૩૪૪ સંવર્ગની જગ્યાઓ મળી કુલ ૨૧૯૭ જગ્યાઓ ભરવાની કાર્યવાહી સત્વરે શરૂ કરાશે. જેથી રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટી હસ્તક ચાલતા વિવિધ અભ્યાસક્રમો, સંશોધન, તાલીમ વિગેરેની કામગીરી વેગવંતી બનશે, ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ, રોપા, કલમો વિગેરે સરળતાથી ઉપલબ્ધ થશે તથા ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઝડપ આવશે. બેઠક દરમિયાન કૃષિ મંત્રીએ કૃષિ યુનિવર્સિટીઓને ખેડૂત અને ખેતીના હિતને લઈને સઘન પ્રયત્નો હાથ ધરી સંશોધનો કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.
બાબા રામદેવનો મોટો દાવો
Baba Ramdev Announcements: યોગ ગુરુ બાબા રામદેવે પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ આગામી પાંચ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગાર આપશે. રામદેવે કહ્યું કે પતંજલિનો ટાર્ગેટ એક લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવાનો છે.
રામદેવે કહ્યું કે આવનારા સમયમાં તેઓ ચાર ક્ષેત્રોમાં કામ કરશે. તેમણે કહ્યું કે પતંજલિ આયુર્વેદ, પતંજલિ મેડિસિન, પતંજલિ વેલનેસ અને પતંજલિ લાઇફસ્ટાઇલ, આ ચાર કંપનીઓ નિશ્ચિત છે. રામદેવે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો હાલ કોઈ મુખ્ય પ્રવાહનું મીડિયા હાઉસ ખોલવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ દેશની સાંસ્કૃતિક-ધાર્મિક મીડિયા લીડ પતંજલિ કરે છે.
રામદેવે શિક્ષણ વિશે કહી આ વાત
રામદેવે કહ્યું કે અમે લગભગ એક લાખ શાળાઓને ભારતીય શિક્ષણ બોર્ડ સાથે સાંકળવા જઈ રહ્યા છીએ. તેનાથી શિક્ષણ ક્ષેત્રે લાખો નોકરીઓનું સર્જન થશે. દવાના ક્ષેત્રમાં પતંજલિ વેલનેસ, પતંજલિ વેલનેસના પહેલા એક હજાર આઈપીડી-ઓપીડી પછી પાંચ-દસ હજાર અને લક્ષ્યાંક એક લાખ પતંજલિ વેલનેસ સેન્ટર દેશ અને દુનિયામાં સ્થાપિત કરવાનો છે. રામદેવે કહ્યું કે, "દુનિયાભરમાંથી એલોપેથીને બદલવાનો મારો સંકલ્પ છે. મારાથી જે થઈ શકે તે હું કરીશ, કારણ કે 98 ટકા એલોપેથીમાં ઈમરજન્સી સારવાર અને સર્જરી સિવાયની જરૂર નથી, રોગોને કાબૂમાં લઈ શકાય છે, મટાડી શકાતા નથી, રોગ અને રોગની ગૂંચવણો, આજે દવાઓ અને દવાઓની ખરાબ અસરને કારણે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યો છે."
આ પણ વાંચો....