Price Hike: ટાંમેટાએ ગૃહિણીઓને રડાવી, એક કિલોનો ભાવ 80 રૂપિયા થતાં બજેટ ખોરવાયું
અમદાવાદની ગૃહિણીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે, ફરી એકવાર ટાંમેટાએ ગૃહિણીને રડાવી છે
![Price Hike: ટાંમેટાએ ગૃહિણીઓને રડાવી, એક કિલોનો ભાવ 80 રૂપિયા થતાં બજેટ ખોરવાયું Veg Price Hike: Tomato price hike at 1kg at 80 rupees in ahmedabad retail market Price Hike: ટાંમેટાએ ગૃહિણીઓને રડાવી, એક કિલોનો ભાવ 80 રૂપિયા થતાં બજેટ ખોરવાયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/34d600363e857fd4ac09e5bee83301141683796988480176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Price Hike: અમદાવાદની ગૃહિણીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે, ફરી એકવાર ટાંમેટાએ ગૃહિણીને રડાવી છે. આજના રેટ પ્રમાણે અમદાવાદના રિટેલ માર્કેટમાં ટાંમેટાની કિંમત પ્રતિ કિલો 80 રૂપિયાને પાર પહોંચી ચૂકી છે. શહેરના રિટેલ માર્કેટમાં ટાંમેટાના ભાવમાં અચાનક ઉઠાળો આવતા ઘરનું બજેટ ખોરવાઇ શકે છે. માહિતી પ્રમાણે, લાંબા સમય બાદ અમદાવાદના રિટેલ માર્કેટમાં ટાંમેટાની કિંમત પ્રતિકિલો 80 રૂપિયાએ પહોંચી છે. સમાન્ય દિવસોમાં ટાંમેટાની પ્રતિકિલો કિંમત 30 થી 40 રૂપિયા રહે છે. હૉલસેલ માર્કેટમાં ટાંમેટાનો જથ્થો મર્યાદિત થતાં ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું સામે આવ્યુ છે. હૉલસેલ માર્કેટમાં ટાંમેટાની કિંમત 60 થી 70 રૂપિયા સુધીની છે.
શું આપ પણ ટામેટાં અને પનીર ફ્રિજમાં રાખો છો? તો સાવધાન થાય છે આ નુકસાન
શિયાળો, ઉનાળો કે વરસાદની ઋતુ હોય, આપણે ફ્રિજમાં ફળો અને શાકભાજી હોય જ છે પરંતુ કેટલીક વસ્તુઓ ફ્રીઝમાં ન રાખવી જોઇએ. જાણીએ શા માટે ........
ટામેટાં
નિષ્ણાતોના મતે ટામેટાંને ફ્રિજમાં રાખવાથી તેનો કુદરતી સ્વાદ નષ્ટ પામે છે. આટલું જ નહીં થોડા સમય પછી તે નરમ થવા લાગે છે.સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઠંડા ટામેટાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ટામેટાંને સામાન્ય તાપમાને રાખવા જોઈએ.
કેળા
કેળાને ફ્રિઝમાં રાખવાથી તે કાળા પડી જાય છે. જેના કારણે કેળાનો સ્વાદ બગડી જાય છે. એટલા માટે કેળાને સામાન્ય તાપમાનમાં રાખવા જોઈએ. જો કેળું નરમ કે કાળું થઈ ગયું હોય તો તેને સ્મૂધી બનાવી લો. આ સાથે તમે ખોરાકમાં ઉપયોગ કરી શકો છો.
ડુંગળી અને લસણને ફ્રીજમાં ન રાખવા જોઈએ
લસણ અને ડુંગળીને ફ્રીજમાં ન રાખવા જોઈએ. આ કારણે, તેમાં માઇલ્ડ્યુ થઈ શકે છે. તેથી જ્યારે પણ તમે લસણ અને લવિંગને ફ્રિજમાં સ્ટોર કરાવનુ વિચારો છો તો તેને મિક્સરમાં પીસીને મૂકો. તેનાથી તે ખરાબ નહી થાય.
પનીર
પનીરને ફ્રીજમાં રાખવાથી તે ટાઇટ બને છે અને તેનો સ્વાદ પણ બદલાય છે. એટલા માટે જ્યારે પણ તમે પનીરને ફ્રિજમાં રાખો ત્યારે તેને ગરમ પાણીમાં થોડીવાર ઉકાળો. પછી તેનો ઉપયોગ કરો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)