શોધખોળ કરો
Advertisement
'માસ્ક પહેરવાથી કોરોનાનું સંક્રમણ નથી રોકાતું', વાયરલ થયો વીડિયો, જાણો મેડિકલ એક્સપર્ટ્સે શું કહ્યું ?
માસ્કથી આઝાદીના નામથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી સંક્રમણ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વીડિયોમાં માસ્કને ગુલામીનું પ્રતિક બતાવાયું છે.
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહ્યો છે, ત્યારે કોરોના સામે લડવા માટે વિવિધ સરકારો અને ડબ્લ્યૂએચઓ દ્વારા ગાઇડલાઇન આપવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક અને વારંવાર હાથ ધોવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં માસ્ક ન પહેરવાનું જણાવવામાં આવી રહ્યું છે અને માસ્ક ન પહેરવાનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
માસ્કથી આઝાદીના નામથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી સંક્રમણ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વીડિયોમાં માસ્કને ગુલામીનું પ્રતિક બતાવાયું છે. તમે છોડેલો કાર્બન ડાયોક્સાઇડ શરીરમાં પાછો જતો હોવાનો અને માસ્ક પહેરવાથી બેક્ટેરીયા માસ્ક પર ચોંટતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તે તમારા શરીરમાં જતાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ માસ્ક પહેરવાથી સંક્રમણ ન રોકાતું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
આ અંગે અમેરિકાના ડો. ધીરજ કોલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ખોટી માહિતી છે. હું છેલ્લા ત્રણ મહિનાથી માસ્ક પર જ બોલી રહ્યો છું. આ મહામારીમાં માસ્ક પહેરવાનું હોય છે, વારંવાર હાથ ધોવાના હોય છે અને એકબીજાથી અંતર રાખવાનું હોય છે. આ પ્રયાસોથી તમે કોરોના વાયરસથી બચી શકો છો અને બીજાને બચાવી શકો છો.
તેમણે જણાવ્યું હતું કે, તમે મલ્ટી લેયર માસ્ક પહેરશો તો તમને વાયરસ લાગવાનો ચાન્સ ઓછો છે અને સૌથી મોટી વાત એ છે કે, તમારાથી પણ બીજાને ચેપ નહીં લાગે. આખી દુનિયામાં આ મેન્ડેટ છે અને દરેક સાયન્ટિસ્ટ આને ફોલો કરે છે. ડો. ધીરજ કોલે માસ્ક સામે ચાલી રહેલા આ કેમ્પેઇનની નિંદા કરી હતી અને આને ખતરનાક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ સાવ ખોટી માહિતી છે. મને લાગે છે કે, આમની સામે કાયદાકીય પગલા ભરાવા જોઇએ. જ્યાં સુધી વાયરસ છે, ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભૂલવું ન જોઇએ. તેમજ જ્યાં સુધી રસી ન આવે ત્યાં સુધી આનાથી બચાવ કરી શકાય છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એવું કહેવાય રહ્યું છે કે, માસ્ક પહેરવાથી આપડે છોડેલો કાર્બન ડાયોક્સાઇડ પાછો શરીરમાં જ જાય છે. આ અંગે ડો. કોલે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, અધુરી જાણકારી ખતરનાક હોય છે. એ વાત બિલકુલ સાચી છે કે, થોડા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ તમારા શરીરમાં પાછો જાય છે. જેનું પ્રમાણ ખૂબ જ નહિવત હોય છે, જેથી તેની આરોગ્ય પર ખરાબ અસર થતી નથી. અમે ડોક્ટર અને સર્જન દિવસમાં આઠ-આઠ કલાક માસ્ક પહેરીએ છીએ. અમને આજ સુધી કોઈ પ્રોબ્લેમ થયો નથી. દુનિયામાં આવી કોઈ ઘટના સામે આવી નથી.
તેમણે ઉમેર્યું કે, મેં એ પણ જોયું કે, તેઓ વીડિયોમાં બેક્ટેરીયા અંગે વાત કરે છે. સામાન્ય રીતે દરેક માણસના મોઢામાં બેક્ટેરિયા હોય જ છે. કેટલાક બેક્ટેરિયા માસ્ક સાથે પણ ચોંટે છે. જેથી ડિસ્પોઝલ માસ્ક વાપરીને ફેંકી દેવા પર તેમણે ભાર મૂક્યો હતો. તેમજ માસ્ક વોશેબલ પહેરતા હોય, તો તેને ધોઇ નાંખવું જોઇએ. પરંતુ માસ્ક ન પહેરવું ખૂબ જ ઘાતક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement