શોધખોળ કરો
એક સમયે ગુજરાતમાં આ જિલ્લા હતા ગ્રીન ઝોનમાં, અત્યારે શું છે કોરોનાની સ્થિતિ? જાણો વિગત
એક સમયે ગ્રીન ઝોનમાં સમાવાયેલા આ જિલ્લાઓની વાત કરીએ તો આ પાંચ જિલ્લામાં હાલ, કુલ 620 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં 31 લોકોના કોરોનાથી મોત થયા છે.
![એક સમયે ગુજરાતમાં આ જિલ્લા હતા ગ્રીન ઝોનમાં, અત્યારે શું છે કોરોનાની સ્થિતિ? જાણો વિગત watch covid-19 situation of one time green zone of Gujarat એક સમયે ગુજરાતમાં આ જિલ્લા હતા ગ્રીન ઝોનમાં, અત્યારે શું છે કોરોનાની સ્થિતિ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/28022726/Guj-gov-covid19-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઓછું હતું. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનની જાહેરાત કરી, ત્યારે તેમાં તમામ ગ્રીન ઝોન સૌરાષ્ટ્રના હતા. આ ગ્રીન ઝોનમાં પોરબંદર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને અમરેલીનો સમાવેશ થાય છે.
એક સમયે અમદાવાદમાં કોરોનાએ કેર વર્તાવ્યો ત્યારે આ જિલ્લાઓમાં કોરોનાના કેસો નહોતા અથવા તો ખૂબ જ ઓછા હતા. એક સમયે ગ્રીન ઝોનમાં સમાવાયેલા આ જિલ્લાઓની વાત કરીએ તો આ પાંચ જિલ્લામાં હાલ, કુલ 620 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં 31 લોકોના કોરોનાથી મોત થયા છે. તેમજ કુલ 1040 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
આ જિલ્લામાંથી સૌથી વધુ એક્ટિવ કેસો જૂનાગઢમાં 214 છે. આ પછી ગીર સોમનાથમાં 175 અને અમરેલીમાં 161 કોરોનાના એક્ટિવ કેસો છે. જ્યારે સૌથી ઓછા પોરબંદરમાં 11 અને પછી મોરબીમાં 59 એક્ટિવ કેસો છે.
District Name | Active Positive Cases | Cases Tested for COVID19 | Patients Recovered | People Under Quarantine | Total Deaths |
Amreli | 161 | 11420 | 186 | 36065 | 8 |
Gir Somnath | 175 | 7804 | 144 | 10562 | 4 |
Junagadh | 214 | 20977 | 543 | 16809 | 11 |
Morbi | 59 | 7079 | 136 | 591 | 6 |
Porbandar | 11 | 5153 | 31 | 2174 | 2 |
Total | 620 | 52433 | 1040 | 66201 | 31 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)