અમદાવાદના બોપલ અને ઘુમાના સ્થાનિકો માટે શું આવ્યા આનંદના સમાચાર?
અમદાવાદના બોપલ અને ઘુમાના સ્થાનિકો માટે આનંદ અને સારા સમાચાર મળી રહ્યાં છે
અમદાવાદઃ અમદાવાદના બોપલ અને ઘુમાના સ્થાનિકો માટે આનંદ અને સારા સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદ મહાનગર પાલિકાની વોટર કમિટીના ચેયરમેનને જણાવ્યું છે કે જુન અને જુલાઈન સુધીમાં બોપલ અને ઘુમાના સ્થાનિકોને નર્મદાનું પાણી મળી જશે. જે માટે ઔડાએ એક ભૂગર્ભ સંપ અને છ ઓવર હેડ ટાંકીનું કામ પૂર્ણ કરી લીધુ છે. તો કમાંડ એરિયાના નેટવર્કનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હાલ તો લાઈન વોશઆઉટની કામગીરી ચાલી રહી છે. હાલ ઘુમા વિસ્તાર માટે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેને પણ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે તેવુ વોટર કમિટી ચેયરમેને જણાવ્યું હતુ. તો આજે ઘુમા વિસ્તાર માટે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈનના કામ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે
અમદાવાદ : ગોતા બ્રિજ નીચે પાર્કિંગમાં વાહનોમાં ભીષણ આગ
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હતી. પાર્કિંગ પ્લોટમાં પડેલા વાહનોમાં કોઈ કારણોસર આગ લાગતાં 36 વાહનો આગની ઝપેટમાં આવી બળીને ખાક થઈ ગયાં છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ અધિકારી- જવાનો સાથે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ગોતા બ્રિજ નીચે આવેલા પાર્કિંગમાં આગની ઘટના સામે આવી છે. જેમાં 35 વાહનો બળીને ખાક થઇ ગયા છે. નોકરિયાત વર્ગ અને અન્ય લોકો AMCના પાર્કિંગમાં વ્હિકલ પાર્ક કરતા હોય છે. આગનું કારણ જાણી શકાયું નથી. આગને કાબુમાં લેવા માટે 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. બીજી તરફ પાર્કિગમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. પાર્કિંગમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો હતો.
IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો
10મું પાસ ITI પાસ યુવાનો માટે અહીં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, મળશે 81000નો પગાર
ICAI CA Result 2021: સુરતની રાધિકા બેરીવાલા બની CA ટોપર, જાણો બીજા અને ત્રીજા સ્થાને કોણ રહ્યું ?
Patan : દિલ્લીથી રાધનપુર ભત્રીજીના લગ્નમાં આવેલા યુવકની હત્યા, કારણ જાણીને ચોંકી જશો