શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં 1 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલો પોલીસ અધિકારી કોણ છે ? ક્રાઈમ બ્રાંચે ક્યાંથી ઝડપ્યો?
બોલીવુડના ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુ કેસના કારણે ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે મુંબઇમાંથી અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાના નેટવર્કનો પર્દફાશ થયો છે.
અમદાવાદઃ બોલીવુડના ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુ કેસના કારણે ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે મુંબઇમાંથી અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાના નેટવર્કનો પર્દફાશ થયો છે. આઘાતજનક વાત એ છે કે, આ ડ્રગ્સ સાથે એક પોલીસ અધિકારી ઝડપાયો છે. મુંબઇની હોટલમાં એમ.ડી.ડ્રગ્સની ડીલ થઈ હતી અને એક કરોડના એમ.ડી.ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોચડવાનો હતો. જો કે એ પહેલાં જ ક્રાઇમ બ્રાંચે દાણીલીમડા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર અને ચાર ડ્રગ્સ પેડલરને સીટીએમ એક્સપ્રેસ હાઇવેથી ઝડપી લીધા છે.
ક્રાઈમ બ્રાંચે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે કામ કરતા ફિરોજખાન મહંમદખાન નાગોરી (ઉ.વ.50) ઉપરાંત જમાલપુર દરવાજા પાસે હજારીની પોળમાં તલક્કલ ફ્લેટમાં રહેતા મહંમદ આરીફ ઉર્ફે મુન્નો જમાલઉદ્દીન કાજી (ઉ.વ. 48) અને જમાલપુર ચાર રસ્તા પાસે બિસ્મીલ્લાનગરમાં રહેતા ઇમરાન ઉર્ફે ઇમ્મો ઇબ્રાહીમ પઢીયારને ઝડપી લીધા હતા.
ક્રાઇમ બ્રાંચના એસીપી, બી. વી .ગોહિલના જણાવ્યા મુજબ ચોક્કસ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને સીટીએમ એક્સપ્રેસ હાઇવે ઉપરથી સફેદ કારમાંથી રૂપિયા એક કરોડનો 995 ગ્રામ એમડી (મેફેડ્રાન ) ડ્રગ્સના જથ્થા સાથે પહેલાં ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસ તપાસ દરમિયાન ખમાસા ઢાલગરવાડ પાસે પિન્ક સીટી પેલેસમાં ચોથા માળે રહેતા સહેજાદહુસેન મજહરહુસેન તેજાબવાલા તથા ઇમરાન એહમદભાઇ અજમેરી (રહેઃ એસ.એમ. ફલેટ, ગ્રાઉન્ડ ફ્લોર મોચી પોળ કડિયાવાડ જમાલપુર)નાં નામબહાર આવતાં બંનેની ધરપકડ કરાઈ હતી. આ બંને મુંબઇથી એમ.ડી. ડ્રગ્સ ખરીદી લાવીને અમદાવાદ શહેરમાં અલગ અલગ વ્યક્તિઓને વેચાણ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement