શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ યુવકે Ex ગર્લફ્રેન્ડની અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પછી યુવકના શું થયા હાલ? જાણો વિગત
શનિવારે શહેરના સાઈબર સેલે વાડજમાં રહેતા ભાવિન ચક્રવર્તીને પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડની અશ્લીલ તસવીરો તેના માતા-પિતા અને સંબંધીઓને સેન્ડ કરવાના ગુનામાં ધરપકડ કરી છે.
અમદાવાદઃ શનિવારે શહેરના સાઈબર સેલે વાડજમાં રહેતા ભાવિન ચક્રવર્તીને પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડની અશ્લીલ તસવીરો તેના માતા-પિતા અને સંબંધીઓને સેન્ડ કરવાના ગુનામાં ધરપકડ કરી છે. ચક્રવર્તી શહેરમાં કેટરિંગ બિઝનેસ ચલાવે છે.
ડિસીપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, છોકરીના માતા-પિતાએ તેમનો સંપર્ક કરીને તેમની પુત્રીના અશ્લીલ ફોટો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના અને સંબંધીઓના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અપલોડ કરવાની વાત જણાવીને ફરિયાદ નોંધાવી હતી.
સાયબર સેલના, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ જીતેન્દ્ર યાદવે કહ્યું હતું કે, ટેક્નિકલ એનાલિલિસ દ્વારા તેમણે જે ડિવાઈસમાંથી ફોટો અપલોડ થયા હતા તેનું IP એડ્રેસ શોધી કાઢ્યું હતું. સાયબર સેલના ઈન્સ્પેક્ટર વી.બી બારડે જણાવ્યું હતું કે, IP એડ્રેસનું લોકેશન વાડજમાં ચક્રવર્તીનું હોવાનું જાણવા મળ્યું હતું.
બારડે જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, છોકરી અને ચક્રવર્તી બંને રિલેશનશીપમાં હતા પરંતુ તેઓ અલગ થઈ ગયા હતાં. છોકરીને બદનામ કરવા માટે ચક્રવર્તીએ તેના મોર્ફ કરેલા અશ્લીલ ફોટો તેના માતાપિતા અને સંબંધીઓના એકાઉન્ટ પર અપલોડ કરી દીધા. યુવકે બારમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો અને પોતાના માતા-પિતા સાથે રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion