શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ મેટ્રિમોનિયલ સાઈટ મારફતે યુવતીઓને ફસાવીને સંબંધ બાંધતો હવસખોર ઝડપાયો, જાણો શું શું મળ્યું ?
યુવકે પોતે ગુગલમાં હૈદરાબાદ ખાતે વાર્ષિક રુપિયા 40 લાખ જેટલી આવક મેળવતો હોવાનું અને તેનો પરિવાર દિલ્હીમાં રહેતો હોવાનું જણાવ્યું હતુ.
અમદાવાદ: અમદાવાદમાં રહેતી એક યુવતીએ લગ્ન માટે મેટ્રોમોનિયલ સાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેને આધારે ગત સપ્ટેમ્બર મહિનામાં વિહાન શર્મા નામના યુવકે આ સાઇટ પરથી માહિતી લઇને લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો. યુવકે પોતે ગુગલમાં હૈદરાબાદ ખાતે વાર્ષિક રુપિયા 40 લાખ જેટલી આવક મેળવતો હોવાનું અને તેનો પરિવાર દિલ્હીમાં રહેતો હોવાનું જણાવ્યું હતુ. તેણે લગ્ન કરવાની હા પાડીને વિશ્વાસ કેળવીને યુવતી સાથે શારિરીક સંબધ પણ બાંધ્યો હતો. આ સાથે જ એટીએમ નંબર મેળવીને નાણાં પણ લીધા હતા.
બાદમાં યુવતી સાથે અચાનક તેણે સબંધ ઓછા કરી નાખતા શંકા ગઇ હતી અને તેણે તપાસ કરતા છેતરપિંડી થઇ હોવાનું જણાતા યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ચૌધરીએ તપાસ શરુ કરી હતી. ટેકનીકલ સર્વેલન્સના આધારે પોલીસે વિહાનને ઝડપી લીધો હતો.
અમદાવાદ સાયબર ક્રાઈમે સંદિપ મિશ્રા નામના યુવકની ધરપકડ કરી છે. આ શખ્સ મેટ્રિમોનિયલ સાઈટ્સ પર યુવતીઓને ફસાવતો હતો. જીવનસાથી ડોટ કોમ પરથી યુવતી સાથે સંપર્ક કરી તેની સાથે સંબંધો બનાવ્યા હતા. થોડા સમયમા સગાઈ થવાની છે તેમ કહી સંબંધ બનાવ્યા હતા.
યુવતી પાસેથી 5 હજાર રૂપિયા પણ લીધા હતા. આ પહેલા પણ ઘણી છોકરીઓને ફસાવી હતી. એક દોઢ વર્ષથી અલગ-અલગ યુવતીઓને ફસાવતો હતો. યુવક પાસે 30 ફોન અને એક આઈપેડ મળી આવ્યું છે. તેની પાસે 4 ઈમેઈલ આઈડી પણ છે. સંદિપ મિશ્રા 10 પાસ છે પરંતુ યુવતીઓને પોતે આઈઆઈએમમાંથી ગ્રેજ્યુએટ છે અને ગુગલમાં એચઆર તરીકે જોબ કરે છે તેવું જણાવતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement