શોધખોળ કરો

Gujarat Politics: બીજેપીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, અમૂલ ડેરીના 4 ડિરેક્ટરે કેસરીયો ધારણ કર્યો

ગાંધીનગર: આણંદ અને ખેડા બંને જિલ્લાની સયુંકત ડેરી એટલે અમૂલ બ્રાન્ડ. હવે અમૂલ ડેરીના 4 ડિરેક્ટર્સ આજે ભાજપમાં જોડાયા છે. આ ચારેય ડિરેક્ટર્સ ભૂતકાળમાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.

ગાંધીનગર: આણંદ અને ખેડા બંને જિલ્લાની સયુંકત ડેરી એટલે અમૂલ બ્રાન્ડ. હવે અમૂલ ડેરીના 4 ડિરેક્ટર્સ આજે ભાજપમાં જોડાયા છે. આ ચારેય ડિરેક્ટર્સ ભૂતકાળમાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. હવે આ મામલે ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ મહત્વનું નિવેદન આપ્યું છે.  તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાનીમાં દેશના સહકારી ક્ષેત્રને મજબૂત કરવાનું કામ ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી આ કામગીરી ચાલી રહી છે.

ભૂતકાળમાં સહકારી સંસ્થાઓ કોંગ્રેસ હસ્તક હતી. સહકારી નાણાંનો દુરુપયોગ અને ગેરરીતિ ચાલતી હતી. ખેડૂતો અને પશુપાલકોને નુકશાન થઈ રહ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં અનેક સહકારી બેંક, એપીએમસી અને દૂધ સંઘ ભાજપના આગેવાનો આવ્યા છે. હવે ખેડૂતો અને પશુપાલકોને ફાયદો થઈ રહ્યો છે. ચોથા ડાયરેકટર ઘેલાભાઈ ઝાલા પણ ભાજપમાં જોડાયા છે. આગામી દિવસોમાં વધુ 2 ડાયરેકટર પણ ભાજપમાં જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ આણંદ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જોડાયા હતા આગામી 14 ફેબ્રુઆરીએ ખેડા દૂધ ઉત્પાદક સઘની ચૂંટણી યોજાવાની છે.

નવી જંત્રી અંગે રાજ્ય સરકારે પોતાના નિર્ણય બદલ્યો

ગાંધીનગર:  રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જંત્રીના અમલના લઈને મોટો નિર્ણય લીધો છે. જંત્રી દરમાં કરવામાં આવેલો વધારો તારિખ   15/04/2023થી અમલી બનશે. આ પહેલા ફેબ્રુઆરીથી જ અમલી બનવાનો હતો. જો કે હવે સરકારે તેને અપ્રિલથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગઈ કાલે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. તેમાં રાજ્ય અગ્ર સચિવથી લઈને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. નોંધનિય છે કે બિલ્ડર એસોસિએશન પણ જંત્રીના નવા દરો હાલમાં લાગુ કરવાના વિરોધમાં હતું.

સુરતમાં પ્રેમિકાએ પ્રેમીની બહેન સાથે એવો કાંડ કર્યો કે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

સુરતમાં પુણાગામ ખાતે રહેતી યુવતીએ લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. પરંતુ કોઈ અજાણ્યાએ યુવતીના કન્ફર્મેશન નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબરના ઓટીપીનો ઉપયોગ કરીને બારોબાર તેનું ફોર્મ રદ્દ કરી પરત ખેંચી લેતા તેણીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. સાયબર પોલીસે તેણીની ધરપકડ કરી હતી.

પુણાગામ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય અસ્મીતા છગનભાઈ કાતરીયા મુળ અમરેલીની વતની છે. તેને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે કાપોદ્રા ખાતે જે.ડી. ગાબાણી કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરે છે. વર્ષ 2021-22ની લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આથી અસ્મિતાએ પણ તેનું ફોર્મ ભરીને સબમીટ કર્યું હતું. આ ફોર્મમાં તેના ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો હતો. ત્યારબાદ તારિખ 4 જાન્યુઆરી 2022ના રોજ પ્રેક્ટિકલ પરીક્ષા માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા જેલની પાસે રાજકોટ શહેર ખાતે યોજાઈ હતી જે પ્રેક્ટિકલ પરીક્ષામાં અસ્મિતા પાસ થઈ હતી.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવતા તારિખ 9 સપ્ટેમ્બર 2022 ના રોજ પોલીસ તાલીમ સેન્ટર ગાંધીનગર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા. ત્યારબાદ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા માટે ઓજશ ઉ૫૨ એપ્લીકેશન મુકવામાં આવી હતી. જેમાં ઓટીપી બેઝ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યા બાદ જ ફોર્મ પાછા ખેંચી શકાય છે. કોઈ અજાણ્યાએ એલઆરડી ગુજરાત 2021.ઇન ઉપરથી લોકરક્ષક ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ્દ કરવા અને પસંદગી માટેના હક્કને જતો કરવા અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં અરજીનો કન્ફર્મેશન નંબર લખી અસ્મિતાના નામની વિગતો લખી બનાવતી સહી કરી હતી અને ગઈ 8 ઓક્ટોબર 2022 ના રાત્રે અસ્મિતાના કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરી રજિસ્ટર મોબાઈલ નંબર પરથી ઓટીપી મેળવી લઈ તેમની ઉમેદવારી રદ ક૨વા અરજી અપલોડ કરી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Zakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
Embed widget