શોધખોળ કરો

Self Lockdown : ગુજરાતના આ જિલ્લામાં કોરોનાએ વર્તાવ્યો કાળો કેર, ચોથા ગામમાં લગાવાયું લોકડાઉન

પેટલાડના કોઠાવી ગામે આજથી ૧૭ એપ્રીલ તારીખ સુધી નિયત સમયનું લોકડાઉન રખાશે. સવારે ૭ થી ૧૦ અને સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રખાશે. નોંધનીય છે કે, જીલ્લામાં પેહેલેથી જ ૩ ગામોમાં લોકડાઉન છે. વધતા સંક્રમણ ને રોકવા ગ્રામજનો લોકડાઉન કરી રહ્યા છે

આણંદઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona)એ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે આણંદ જીલ્લા (Anand District) ના વધુ એક ગામે લોકડાઉન લગાવ્યું છે. પેટલાડ (Petalad)ના કોઠાવી (Kothavi) ગામે લોકડાઉન (Lockdown) લગાવ્યું છે. નોંધનીય છે કે, જીલ્લામાં પેહેલેથી જ ૩ ગામોમાં લોકડાઉન છે. વધતા સંક્રમણ ને રોકવા ગ્રામજનો લોકડાઉન કરી રહ્યા છે. આજથી ૧૭ એપ્રીલ તારીખ સુધી નિયત સમયનું લોકડાઉન રખાશે. સવારે ૭ થી ૧૦ અને સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રખાશે.

દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોના સંક્રમણને નાથવા સ્વેચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આજથી 8 એપ્રિલ સુધી ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. છ દિવસ માટે સવારના ૭થી ૧૦ વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે. નિયમનો અનાદર કરનાર વેપારીને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો છે. 
 
દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે  વધી રહ્યો છે. શહેર સહીત હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો પગ પેસારો જોવાયો જેથી  ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી કોરોના સંક્રમણને નાથવા પહેલ કરી સ્વૈચ્છિક લોકડાઉન કરી છ દિવસ માટે સવારના 7 થી 10 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસની વાત કરીયે તો 3198 પોઝેટીવ કેસ નોંધાયા છે અને હાલ 174 કેસ એક્ટિવ છે ત્યારે  બલૈયા ની વાત કરીયે તો 1600થી 1800 લોકોની વસ્તી ધરાવતા  ગામ માં  18 કેસો એક્ટિવ છે, ત્યારે એકનું અવસાન થયું છે. જેને કારણે ગામમાં ભય જોવા મળ્યો હતો. 

ગ્રામ પંચાયત એક્સનમાં આવી અને બલૈયા ખાતે સરપંચની અધ્યક્ષતામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૩ એપ્રિલથી ૮ એપ્રિલ-૨૦૨૧ સુધી સ્વૈચ્છીક પણે પોતાના ધંધા-રોજગાર સવારના ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવા ગ્રામ પંચાયત દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. જેને ગ્રામજનોએ પણ આવકાર આપ્યો હતો. આજ રોજ સવારે 10 વાગે તમામ દુકાન બજારો વેપારીઓએ બંધ રાખ્યા હતા.

 જોકે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવવામાં આવેલ નિયમ મુજબ જો કોઈ વેપારી જણાવેલ સમય પછી પોતાનો ધંધો રોજગાર ચાલુ રાખશે તો તેના પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે.  બલૈયા ગામમાં કેટલાક લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળે છે. ત્યારે રોગચાળો વધુ વકરે નહીં તે હેતુથી બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી સ્વેચ્છિક પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનું તમામ ગ્રામજનોએ પાલન કરી રોગચાળાને નાથવા સહયોગ આપવા નજરે પડ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget