Lok Sabha: આણંદમાં ત્રિપાંખીયા જંગના સંકેત, ભાજપ-કોંગ્રેસની સાથે NCP પણ મેદાનમાં, આ નેતાનો ચૂંટણી લડવાનો દાવો
લોકસભાની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઇ રહ્યાં છે, ત્યારે આણંદ બેઠકને લઇને ચર્ચાઓ પુરજોશમાં, હવે આ બેઠક પર ત્રીજા પક્ષનો ઉમેદવાર પણ મેદાનમાં આવી શકે છે
Lok Sabha Election 2024: ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે, ગુજરાતમાં હજુ ભાજપ અને કોંગ્રેસે તમામ 26 બેઠકોના ઉમેદવારો જાહેર નથી કર્યા, છતાં કેટલીક બેઠકો પર પહેલાથી જ હાઇ વૉલ્ટેજ ચૂંટણી થવાની સંકેત દેખાઇ રહ્યાં છે. આ કડીમાં આજે આણંદ લોકસભા બેઠકને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદ બેઠક પર ત્રિપાંખીયો જંગ રહેવાના સંકેત મળી રહ્યાં છે.
લોકસભાની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઇ રહ્યાં છે, ત્યારે આણંદ બેઠકને લઇને ચર્ચાઓ પુરજોશમાં, હવે આ બેઠક પર ત્રીજા પક્ષનો ઉમેદવાર પણ મેદાનમાં આવી શકે છે. લોકસભામાં આણંદ બેઠક પર ત્રિપાંખિયા જંગના સંકેત મળી રહ્યાં છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી - NCP અજીત પવાર જૂથના જયંત બોસ્કી લોકસભા ચૂંટણી લડશે, આણંદ બેઠક પરથી જયંત બોસ્કી લોકસભા ચૂંટણી લડશે. જયંત બોસ્કીએ સોશલ મીડિયામાં પોસ્ટ મુકીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સોશલ મીડિયા પોસ્ટમાં બોસ્કીના શાબ્દિક પ્રહાર સામે આવ્યા છે, તેમને કહ્યું કે, મિત્રો સાથે દગો કેવી રીતે કરવો તે નથી આવડતું, અમે એકલા હાથે લડીશુ. જયંત બોસ્કી અગાઉ ઉમરેઠથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
જામનગર, અમરેલી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નક્કી, આ મહિલા નેતાના નામ પર લાગી મહોર
લોકસભામાં ચૂંટણીને લઇને ગુજરાતની 26 બેઠકમાં કેટલીક બેઠકોને લઇને હવે ઉમેદવારના નામની યાદી બહાર આવી રહી છે. કાલે કોંગ્રેસે 10 બેઠક પણ ઉમેદવાની નામ લગભગ નક્કી કર્યાના અહેવાલ સામે આવ્યાં હતા. અમરેલી બેઠક માટે ઠુમ્મરને કોંગ્રેસે મેદાને ઉતારવાનું નકકી કર્યું છે. તો જામનગરથી જે.પી.મારવીયાને કોંગ્રેસે ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. હાઈકમાંડનો ફોન આવતા જેની ઠુમ્મર પરિવારે ટિકિટ મળતા ઉજવણી કરી હતી. જેની ઠુમ્મરનું મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી. ભાજપે હજુ અમરેલીની બેઠક પર ઉમેદવારના નામ પર સસ્પેન્સ યથાવત રાખ્યું છે. જો કે જેની ઠુમ્મરને ટિકિટની સત્તાવાર જાહેરાત બાકી છે. અમરેલીથી ભાજપ પણ મહિલા ઉમેદવાર ઉતારે તેવી શક્યતા જોવાઇ રહી છે. અમરેલીમાં ભાજપ ગીતાબેન સંઘાણીને મેદાને ઉતારે તેવી શકયતાઓ જોવાઇ રહી છે.
કોણ છે જેની ઠુમ્મર
જેની ઠુમ્મર વીરજી ઠુમ્મરના પુત્રી છે, તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, જેની ઠુમ્મર શિક્ષિત મહિલા નેતા છે. જેની ઠુમ્મર લેઉવા પાટીદાર સમાજની દિકરી છે. ગુજરાત મહિલા કૉંગ્રેસના પ્રમુખ પદે જેની ઠુંમરની વરણી કરાઈ હતી.તેઓ હાલ કોંગ્રેસમાં જનરલ સેક્રેટરી તરીકે હતા. 2015-2018 તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે.